આદ્યશક્તિમાં જગદંબા – ભવાનીના નવલા નોરતાનો આરંભ થયો છે. આસ્થાનું અનેરું પર્વ એટલે નવરાત્રી જગજનની મા અંબાની ભક્તિનું પર્વ છે ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં ભાવ અને ભક્તિ રસનો અનોખો માહોલ સર્જાયો હતો.
કોરોના મહામારી દરમિયાન ગતવર્ષે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી ન હતી જેને પગલે આ વર્ષે લોકોમાં અનોરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગૃહ મંત્રીના આદેશ અનુસાર માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ રાખી અને એક શેરી દીઠ 400 માણસની હાજરીમા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાની ઝાડેશ્વર ખાતે આવેલ કવિઠાધામ સોસાયટીમાં ગાઇડલાઇનનું પાલન કરી અને નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે ગામડાઓ તેમજ શહેરોમાં પણ શેરી ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
Advertisement