મહત્તમ તાપમાન ૩૫.૨ નું થયું જ્યારે લઘુત્તમ તાપમાન પણ ૨૦ ડિગ્રીનું રહ્યું
Advertisement
ભરૂચ જિલ્લામાં અકળાવનારી ગરમીની શરૂઆત થઇચુકી છે. હવામાં ખાતાના સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ ગરમીનો પારો ૩૫ ડીગ્રીને વટાવી ગયો છે. આમ સરેરાશ ૩ ડીગ્રી તાપમાનમાં વધારો થયો છે. ત્યારે લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થતા સરેરાશ ૨૦ ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં આવનાર માર્ચ, એપ્રિલ અને મેં મહિનામાં સરેરાશ ૪૦ ડીગ્રી કરતા વધુ તાપમાન નોંધાય તેવી સંભાવના નકારી શકાતી નથી.