ભરૂચ થી ઘોડી તરફ જતી બસ માં ૧૨૦ થી વધુ મુસાફરો ભરી બસ ને વહન કરાતી હોવાની ચોંકાવનારી માહિતી વાયરલ થયેલા વિડીયો થકી જાણવા મળી રહી છે..આ વીડિયો ઉતારનાર શખ્સ બોલી રહ્યો છે કે ૨૦૦ થી વધુ વિદ્યાર્થી ભરૂચ ટંકારીયા વચ્ચે અપડાઉન કરતા હોય છે તેમજ અસંખ્ય મુસાફરો અવર જવર કરતા હોય છે તેઓ વચ્ચે એસ ટી વિભાગ દ્વારા માત્ર બે બસ મૂકી હોવાના કારણે લોકો ને અને અભ્યાસ માટે અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી નો સામનો કરવો પડતો હોય છે ……
વીડિયો ઉતારનાર એક પછી એક મુસાફરોની ગણતરી બસ રુકે છે ત્યારે કરી રહ્યો છે અને જણાવી રહ્યો છે કે નિયમ મુજબ કરતા વધારે મુસાફરો એસ ટી બસ માં વહન કરાઈ રહ્યા છે ….હાલ તો આ વાયરલ થયેલો વિડીયો શહેર જિલ્લામાં સોશિયલ મીડિયા ઉપર ટોક ઓફ ધી ટાઉન બન્યો છે…….અને ભરૂચ એસ ટી ના વહીવટી તંત્ર ની બેદરકારી ના ધજાગરા ઉડાવી રહ્યો છે……..