ભરૂચ જિલ્લો વિપુલ પ્રમાણમાં કેમીકલ કારખાના ધરાવતો જિલ્લો છે. કેમીકલ કારખાનાઓમાં ઝેરી કેમીકલ ગળતર, આગ, ધડાકા વગેરે જેવા બનાવો બનવાની શકયતાઓ વધુ પ્રમાણમાં રહેલ છે આવા બનાવો સમયે કારખાના દ્વારા પરિસ્થિતિ નિયંત્રણમાં લઇ ન શકાય ત્યારે વહીવટીતંત્રએ પરિસ્થિતિ નિયંત્રણમાં લેવાની જરૂરીયાત રહે છે.
વહીવટીતંત્ર દ્વારા આવા આકસ્મિક સંજોગોમાં તૈયારીના ભાગરૂપે GAIL (india) Ltd – ગંધાર કારખાનામાં સફળ મોકડ્રીલનું આયોજન ગઇ કાલે ડીસ્ટ્રીકટ ક્રાઇસીસ ગૃપ- ભરૂચ દ્વારા એન.ડી.આર.એફની સાથમાં રહીને આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલના સિનારીયો તરીકે કંપનીના મટિરીયલ ગેટ પાસે LPG ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત થતા LPG લીકેજ અને ફાયર થયેલ તેમ દર્શાવવામાં આવેલ. આ લીકેજ અને ફાયરને GAIL કંપની ઉપરાંત ઓએનજીસી ગંધારના ફાયર ટ્રેન્ડર્સ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, જિલ્લાના અન્ય કારખાનામાંથી આવેલ એકસપર્ટસ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થની કચેરીના અધિકારીઓ, એન.ડી.આર.એફના ટીમ મેમ્મર્સ, સ્થાનિક પોલીસ વગેરેના સંકલનમાં રહી કાબુમાં લેવામાં આવેલ.
મોકડ્રીલ સફળ રીતે પૂર્ણ થયા બાદ ડીસ્ટ્રીકટ ક્રાઇસીસ ગૃપના ચેરમેન તરીકે કલેકટર- ભરૂચ વતી આમોદના મામલતદાર જે.ડી.પટેલની અધ્યક્ષતામાં ડી-બ્રીફીંગનું મીટીંગનું આયોજન કરવામાં આવેલ જેમાં ઇન્ડસ્ટ્રી સેફટી એન્ડ હેલ્થ- ભરૂચની કચેરીના ડેપ્યુટી ડાયરેકટર ડી.કે.વસાવા તથા ચીફ ઓબ્ઝર્વર તરીકે જી.એન.એફ.સીમાંથી પધારેલ પી.એસ.કેશવાણીએ તેઓના ઓબ્ઝર્વેશન આપી સુંદર માર્ગદર્શન પુરું પાડયું હતું.
ભરૂચ : આકસ્મિક સંજોગોમાં તૈયારીના ભાગરૂપે GAIL (india) Ltd ગંધાર કારખાનામાં મોકડ્રીલનું સફળ આયોજન.
Advertisement