સામાજીક વનીકરણ રેન્જ આમોદ દ્વારા તા.૨જી ઓક્ટોબર થી ૮ મી ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
સામાજિક વનીકરણ રેન્જ ભરૂચના નાયબ વન સંરક્ષક બી.બી.દેસાઈના માર્ગદર્શન હેઠળ આમોદ પોલીસ મથકે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ.ક્રિશ્ચિયન, બી.ટી.ટી.તેમજ પોલીસ કર્મચારીઓ સાથે આમોદ નગરપાલિકા પ્રમુખ મહેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રોનક પટેલ તથા અન્ય મહાનુભાવો સાથે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. ફોરેસ્ટર બી.બી.પંડ્યાએ વન્ય પ્રાણીઓના સંરક્ષક અને સંવર્ધન બાબતે વિસ્તૃત માહિતી આપી હતી. ફોરેસ્ટર એચ.પી.યાદવ તથા વન સંરક્ષક વી.એન.પરમાર સાથે આમોદ પોલીસ આવાસના ખુલ્લા પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
Advertisement