Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કાશ્મીરમાં પંડિતો પર થઈ રહેલા આતંકી હુમલાઓને કારણે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવાયું.

Share

આજરોજ ભરૂચ જિલ્લા કલેકટરને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એક આવેદન પાઠવવામાં આવ્યું હતું. તાલિબાની શાસનને અનુરૂપ કાશ્મીર પંડિતોને મારી નાંખવામાં આવી રહ્યા છે. જેમાં થઈ રહેલા આતંકી અત્યાચાર સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કડક પગલાં લેવામાં આવે તેમજ લડી રહેલા સ્થાનિક પોલીસો તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓને છૂટ આપવામાં આવે અને રોજબરોજ થઈ રહેલ મોત પર અંકુશ મૂકવામાં આવે તેવી માંગ કરતું લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કાશ્મીરમાં પંડિતોને સીધેસીધા ટાર્ગેટ કરીને મારી નાંખવામાં આવી રહ્યા છે. જેમાં રાકેશ પંડિત, માખણલાલ બિનદરુ, વિરેન્દ્ર પાસવાલ, સુપિન્દ્ર કૌર, દિપક ચાંદને ઠાર કરવામાં આવ્યા છે. તેઓના પણ પરિવાર હોય છે તેમનું પણ જીવન હોય છે, તેઓને એટલે મારી નાંખવામાં આવ્યા કે તેઓ હિન્દુ છે. જેહાદી આતંક માટે સરકાર પાકિસ્તાન જવાબદાર જણાવે છે. ઇઝરાયલ પર પણ પાકિસ્તાનનો આતંક મંડરાઈ રહ્યો છે ત્યારે ઇઝરાયલની સરકાર તેઓને શત્રુથી બચવાના પ્રયાસો કરી રહી છે ત્યારે ભારત સરકાર કેમ નહીં. જેને લઈને આજરોજ ભરૂચ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા લેખિતમાં રજૂઆત કરી અને સરકારને એક માર્ગ આપવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

પંચમહાલ પોલીસનો લોકડાઉનનાં માહોલમાં પરિસ્થિતિ પર નજર રાખવા એર બલૂનનો નવતર પ્રયોગ જાણો વધુ.

ProudOfGujarat

વડોદરા : કરજણ શહેર ખાતે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં મુસાફરોને લૂંટતી ગેંગના ત્રણ સાગરીતોને કરજણ પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

રાજપીપળાની મધ્યમાં આવેલ રજવાડા સમયની જર્જરિત કન્યાશાળાની હરાજી ટાણે વિવાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!