ભરૂચના સરનાર ગામની યુવતીના દ.આફ્રિકા ખાતે સ્થાયી થયેલા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સાંસરોદ ગામના યુવાન સાથે 4 દિવસ પહેલા થયા હતા. આ લગ્નમાં યુવતીના માતા બે પુત્રીઓ લઈને દ.આફ્રિકા ગયા હતા જેમાંની એક પુત્રીના લગ્ન સાંસરોદના યુવક સાથે થવાના હતા.
આ માતા અને પુત્રીઓ માદરે વતન સરનારથી દ. આફ્રિકા ગયા હતા જ્યા અગાઉ થી દ.આફ્રિકા સ્થિત તેમનો પુત્ર પણ ત્યાં હતો. લગ્નવિધિ પતિ ગયા પછી યુવતી તેના માતા અને દ. આફ્રિકા સ્થિત ભાઈ સાથે જોહનીસબર્ગથી વેન્ડાના માર્ગે ગાડીમાં જઈ રહયા હતા. તે દરમ્યાન તેમની ગાડીને માર્ગ અકસ્માત થયો હતો જેમાં યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
જ્યારે માતા અને ભાઈને ઈજાઓ થતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા જ્યા સારવાર બાદ ઇજાગ્રસ્તોની હાલત સુધારા પર છે. અકસ્માતના પગલે બંને પરિવારોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. વિધિની વક્રતા તો જુઓ કે સાત સમંદર પર માતા પિતા પોતાની વહાલસોયી પુત્રીને સુહાગની ચૂંદરી ઓઢાળવા ગયા હતા પણ કુદરતને આ મંજુર ન હતું ને મોતનું કફન ઓઢાળવું પડ્યું. યુવતીના માતા પિતાના માથે જાણે આભ તુટી પડ્યું હતું. યુવકના ઘરમાં ખુશીઓ જાણે ત્રણ દિવસની મહેમાન બનીને આવી હતી અને ચોથા જ દિવસે ગમગીની છવાઈ ગઈ હતી.
યાકુબ પટેલ, પાલેજ