ભરૂચ જિલ્લામાં શાળા-કોલેજો રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. ભરૂચની તમામ કોલેજોમાં હાલમાં પરીક્ષા ચાલી રહી છે ત્યારે એસ.ટી બસોની સમયસર ન આવવાને કારણે વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી પડી રહી છે તેમજ એસ.ટી બસ ડેપોમાં વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે કલાકો લાંબી લાઇનમાં ઉભા રહેવું પડે છે.
આને ધ્યાનમાં રાખતા ભરૂચ જિલ્લા NSUI દ્વારા ડેપો મેનેજરને એસટી બસો શાળા-કોલેજોના સમય અનુસાર ચલવવા તેમજ બસના પાસ કરવા માટે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી દૂર કરવા રજૂઆત કરવામાં આવી. જેથી ડેપો મેનેજર દ્વારા બસો સમયસર તેમજ જે વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે દૂર કરવા માટે બાંહેધરી આપવામાં આવી.
Advertisement