કોરોનાકાળમાં ઓક્સિજનની અછત એક મોટો પ્રશ્ન બનીને સામે આવ્યો હતો. જેના નિરાકરણ માટે દેશમાં મોટી સંખ્યામાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાનો નિર્ધાર પીએમ મોદીએ કર્યો હતો. પી.એમ કેર હેઠળ સિવિલ હોસ્પિટલ ખાતે સ્થાપિત કરાયેલાં 1.87 મેટ્રિક ટનના ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રથમવાર ભરૂચમાં આવ્યાં હતાં. પ્લાન્ટના લોકાર્પણ બાદ પંડિત ઓમકારનાથ હોલ ખાતે કોરોના વોરિયર્સનું સન્માન અને અંક્લેશ્વર રેવન્યુ ક્વાટર્સનું ઇ-લોકાર્પણ કર્યું હતું.
ગતરોજ વિપક્ષીઓ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધવા જઇ રહ્યો હતો. મુખ્યમંત્રીનો કાફલો કલેક્ટર કચેરી સામેથી પસાર થતી વેળાં AIMIM ના બે કાર્યકરોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરતાં પોલીસે તેમને અટકાવી ડિટેઇન કરવાની કવાયત હાથ ધરી હતી. કલેક્ટર કચેરી સામે AIMIM ના બે કાર્યકરોએ વિરોધ કરવા જતાં પોલીસે અટકાવતાં ભાજપના બે નેતાઓએ તેમને તમાચા ઝીંકી લાતો મારી હતી. જોકે, તે સમયે ભાજપના કાર્યકરોએ દોડી આવી તેમને તમાચા અને લાત મારતા તેઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથક ખાતે અરજી નોંધવામાં આવી હતી.
ભરૂચ : લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ભાજપા કાર્યકર્તાઓએ AIMIM નાં લોકોને લાતો ઝીંકવી ભારે પડી : એ ડિવિઝનમાં અરજી નોંધાઈ.
Advertisement