ભરૂચ શહેરની નવી વસાહત ખાતે એક નાના અને ગરીબ પરિવારમાં રહેતા અજયભાઈ સોલંકી જેઓ નાની મોટી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે એમના પરિવારમાં એમના દીકરા નામે ધ્રુમિલભાઈ સોલંકી જેઓ ક્રિકેટમાં સારી પ્રગતિ કરી રહ્યા છે, જેઓએ 2014 ની સાલથી ક્રિકેટના ક્ષેત્રે એમના પિતા અનિલભાઈના સહકારથી ક્રિકેટ ક્ષેત્રે પોતાનું પદાર્પણ કરીને શરૂઆત ભરૂચના રેલ્વેનાં મેદાનથી શરૂઆત કરી અને તેમના આ ક્ષેત્રે ખૂબ સારી પ્રગતિ થઈ રહી છે.
એમની રમત જેમાં તેઓ બેટિંગ અને બોલિંગ બંને માટે એમનો મહત્વનો રોલ અદા કરી રહ્યા છે, એમને કરેલી મહેનત રંગ લાવી રહી છે એમને 10 -10 ઓવરની મેચમાં બુંદેલ ખંડ તરફથી અંડર ૧૯ માં પસંદગી પામી તેમને દિલ્હી ખાતે બુંડેલ ખંડ અને હરિયાણાની ફાઇનલ મેચમાં ઓલ રાઉન્ડ દેખાવ કરીને પોતાની ટીમને જીત અપાવી અને ટૂંક સમયમાં તેઓ ફરી જુનિયર ટીમ ફરી 13 રાજ્યોની ટીમ ભાગ લઈ રહયા છે એના માટે તે રાજસ્થાન ખાતે જશે. હાલ તેઓ એમના વતન ભરૂચ ખાતે આજરોજ એમના નિવાસ સ્થાને એમને ભરૂચના કવિ કે.કે રોહિત ‘અફસોસ ઈખરવી’
તથા બીજા કવિ શ્રી જતીનભાઈ પરમાર અને સમાજના અગ્રણી શ્રી કિરણભાઈ સોલંકી, તથા ભૃગુ સેવા મંડળના મહિલા અગ્રણી રશ્મિબેન ભીમડા અને રીટાબેન રોહિતે રૂબરુ મુલાકાત લઇ ધ્રુમિલને શુભકામનાઓ પાઠવી છે. તેઓ ઉતરોતર હજુ પ્રગતિ કરી અને મા-બાપનું અને ભરૂચનું નામ રોશન કરે એ શુભેચ્છેઓ સાથે ધ્રુમિલને ફૂલહારો પહેરાવી બહુમાન કર્યુ હતું.
યાકુબ પટેલ, પાલેજ