Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સબજેલ પાસે આવેલ મુસ્લિમ સોસાયટીમાંથી ચોરાયેલ હોન્ડા સ્પ્લેન્ડરનો ભેદ ઉકેલાયો.

Share

ભરૂચ જીલ્લામાં દિવસે અને દિવસે ચોરીના બનાવો ઘણા વધી રહ્યા છે. કોરોના મહામારી બાદ બેકાર બનેલા લોકો ગેરકાયદેસરના કામો કરી રહ્યા છે. તેવો એક બનાવ ભરૂચની સબજેલ પાસે આવેલ મુસ્લિમ સોસાયટીમાં બન્યો હતો સામાન્ય વર્ગના યુવકની બાઇક ચોરી થઈ હતી.

ગઇ તારીખ ૦૪/૧૦/૨૦૨૧ ના રોજ ભરૂચ શહરેમા સબજેલ પાસે આવેલ મુસ્લિમ સોસાયટીમાથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર GJ 16 AG 4848 કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- મત્તાની ચોરી થઈ હતી. સબજેલ પાસે આવેલ મુસ્લિમ સોસાયટીમાંથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર GJ 16 AG 4848 ની ચોરીની મોટર સાયકલ સાથે આરોપી ગોપવિંદ પવસાજી વણઝારા રહે, અયોધ્યાનગર ઝુપડપટ્ટી, ભરૂચ નંદેલાવ ભોલાવ બ્રીજ નીચેથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

સુરતના કતારગામ વિસ્તારમાં સોસાયટીમાં પાર્ક કરેલા વાહનોના ટોઇંગ મુદ્દે કમિશનરને અપાયું આવેદન

ProudOfGujarat

હવે એક્સપ્રેસ ગતિ – અમદાવાદથી અંકલેશ્વર સુધી 8 લેન એક્સપ્રેસ વે બીજા ચરણમાં ખુલ્લો મુકવાની શક્યતા

ProudOfGujarat

ગરુડેશ્વર ખાતે લગ્નની વર્ધી માં ઘોડો લઈને આવેલા બે યુવાનોના કુવામાંથી મૃતદેહો મળતા અનેક અટકળો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!