ગતરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આદેશ અનુસાર સમગ્ર રાજયમાં રોડ અને રસ્તાઓની સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ગતરોજ ભરૂચ નગરપાલિકા દ્વારા રોડ પર ડામર પાથરીને સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે નગરપાલિકા વિપક્ષ સમસાદઅલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલા દ્વારા તંત્રની પોલ ખોલવામાં આવી છે, હજુ તો કામ ગતરોજથી જ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે હાથથી જ રસ્તાની કામગીરી ખોદી શકે તેવી હલકી કક્ષાનું કામ હાથ ધર્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
નગરપાલિકા દ્વારા રસ્તાઓ પર રોલર ફેરવાયા હોવા છતાં રસ્તો હાથથી ખોદી શકાય તેમ છે. થોડાક સમયમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભરૂચ પંથકમાં આવવાના છે ત્યારે કામચલાઉ કામગીરી હાથ ધરાઇ હોવાના દ્રશ્યો સર્જાયા છે. આમ જનતા દ્વારા છેલ્લા છ મહિનાથી રસ્તાઓ અંગે રજૂઆતો કરવામાં આવી તેમજ ઉભરાતી ગટરો, ગંદકીથી ત્રસ્ત થઈ રજૂઆતો કરી હતી પરંતુ તે સમય દરમિયાન કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નહીં.
જ્યારે સી.એમ ભરૂચમાં આવી રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. લોકો દ્વારા સત્તાધીશોને ફરીવાર ચૂંટવામાં આવ્યા છે તો પ્રજા માટે કોઈ પણ કામગીરી કરવા માંગતા નથીની જાહેર જનતા સહિત નગરપાલિકા વિપક્ષની બૂમો ઉઠી હતી.
ભરૂચ નગરપાલિકા વિપક્ષીઓએ તંત્રની ગતરોજ રોડની કરેલી કામગીરી ખુલ્લી પાડી.
Advertisement