ભરૂચ તાલુકાના સીતપોણ ગામના રહીશ મુનાફભાઇ વાંસીવાળા કે જેઓ શિશુકાળથી જ વિકલાંગ છે. તેઓ પોતે રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. મુનાફભાઈએ દસ ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓએ પોતાની આર્થિક સ્થિતિ નબળી હોઇ રીક્ષા વસાવી ગામ પરગામ સુધી શાકભાજી વેચી સખ્ત પરિશ્રમ કરી પોતાના પરિવારને મદદરૂપ બન્યા હતા. તેઓ હાલમાં પણ ૪૨ વર્ષની વયે રીક્ષા ચલાવે છે અને ઠેઠ ભરૂચ, વડોદરા અને સુરત સુધી રીક્ષા લઇને રીક્ષા ભાડે ફેરવીને રીક્ષામાં જે કમાણી થાય છે એનાથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
કહી શકાય કે સખ્ત પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી એ ઉક્તિને ખરા અર્થમાં મુનાફભાઇએ સાર્થક કરી બતાવી છે અને સાથે સાથે આજની યુવા પેઢીના યુવાનો કે જે પોતાનો વધુ પડતો સમય મોબાઇલમાં વ્યસ્ત રહી પોતાના અમુલ્ય સમયનો વ્યય કરી રહ્યા છે તે યુવા પેઢી માટે મુનાફભાઇ એક પ્રેરણાદાયી સાબિત થઇ રહ્યા છે.
યાકુબ પટેલ, પાલેજ