ગઈકાલ તારીખ ૦૪/૧૦/૨૦૨૧ ના રોજ આ કામના ફરીયાદીનાઓ રાત્રીના સમયે પોતાની સોસાયટી બહાર રોડ ઉપર ચાલવા નીકળેલ અને ચાલતા ચાલતા પોતાના મિત્ર સાથે ફોન ઉપર વાતો કરતા હતા તે સમયે બે અજાણ્યા ઈસમો સ્પોર્ટ બાઈક ઉપર આવી ફરીયાદીના કિં.રૂ.૨૦,૦૦૦/- ના મોબાઈલની ચીલ ઝડપ કરી નાસી ભાગ્ય હતા જેઓની પાછળ ભાગતા ગણતરીની સેકંડોમાં ચોરો ફરાર થવા પામ્યા હતા જેઓની આજરોજ ગણતરીના કલાકોમાં ભરૂચ સી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા હતા.
વિસ્તારના આજુબાજુમાં આવેલ કોમર્શિયલ બીલ્ડીંગોના સીસીટીવીના કેમેરા ચેક કરતાં શંકાસ્પદ યામાહા R1-5 બાઈક જેનો આર.ટી.ઓ રજીસ્ટ્રેશન નંબર GJ-16-DA-6403 ના ચાલક તથા કાયદના સંઘર્ષમાં આવેલ કિશોરને ગણતરીના કલાકોમા ઝડપી પાડવામાં આવ્યા હતા. પંથકમાં ક્યાક દુકાનોના તાળાં તૂટી રહ્યા છે તો ક્યાક બંધ મકાનના તાળાં તૂટી રહ્યા છે ત્યારે કિંમતી ચીજવસ્તુઓ હવે બહાર લઈને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. કોરોના કાળમાં બેકાર બનેલા કિશોરો અને યુવાનો ગેરકાનૂની રસ્તાઓ અપનાવી રહ્યા છે ત્યારે દરેક વ્યક્તિએ સાવધાની રાખવી આવશ્યક બની છે.
પકડાયેલ આરોપીઓ :-
(૧) કીશનભાઈ રણછોડભાઈ વસાવા રહે, નવીનગરી માલપુર ગામ તા.ઝઘડિયા જી.ભરૂચ
(૨) કાયદના સંઘર્ષમાં આવેલ કિશોર
વોન્ટેડ આરોપી :- (૧) કરણ ગુરૂદેવભાઈ વસાવા રહે, કાછલા ગામ તા. ઝઘડિયા જી.ભરૂચ