ભરૂચ પાલિકાના વોર્ડ નંબર 10 અને તાલુકા પંચાયતની નિકોરાની બંને મહિલા બેઠકો પર રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીમાં નીરસ મતદાન જોવા મળ્યું હતું. બપોરે 1 વાગ્યા સુધી નિકોરા બેઠક પર 39.32 % જ્યારે ભરૂચ પાલિકા વોર્ડ નંબર 10 ની મહિલા બેઠક પર માત્ર 16.95 % કંગાળ મતદાન નોંધાયું હતું.
તા.3 ના રોજ યોજાયેલ નગરપાલિકા ભરૂચની વોર્ડ નંબર 10 ની પેટાચૂંટણીનું પરિણામ આજરોજ જાહેર થયું હતું જેમાં વોર્ડ નં. 10 માં AIMIM ના મહિલા ઉમેદવારની જીત થઈ હતી. ચૂંટણી દરમિયાન 40 % જેટલું મતદાન થયું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ફાતમાબેન ફઝલ પટેલને 1400 વોટ મળ્યા હતા. કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સાયરાબેન મોહમ્મદ શેખને 1303 વોટ મળ્યા હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ફરીદાબાનું ઝફર શેખને 180 વોટ મળ્યા હતા અને તે દરેકને પરાજિત કરી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના ઉમેદવાર સાદીકાબીબી શેખને લોકોએ 2809 વોટ આપીને જીત મેળવી હતી. વોર્ડ નંબર 10 ની મહિલા બેઠક માટે ભાજપ, કોંગ્રેસ, આપ અને AIMIM વચ્ચે ચતુષ્કોણીય ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો હતો.
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 10 માં AIMIM નાં મહિલા ઉમેદવારની જીત.
Advertisement