Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એસ.ટી વિભાગના 1300 કર્મચારીઓનાં ખાનગીકરણ, પગાર સહિતના 18 પડતર પ્રશ્નો મુદ્દે 5 ડેપો અને વિભાગીય કચેરીએ ઘંટ નાદ કરાયો.

Share

ગુજરાત રાજ્ય એસ.ટી ના કર્મચારીઓ સાથે ભરૂચ વિભાગના 1300 થી વધુ કર્મચારીઓ હવે રાજ્ય સરકાર સામે ખાનગીકરણ અને પડતર પ્રશ્નોને લઈ આંદોલન છેડવા તરફ વળ્યા છે. માન્ય 3 કામદાર યુનિયનની સંકલન સમિતિએ જો 7 ઓક્ટોબર સુધીમાં એસ.ટી નું ખાનગીકરણ સહિત 18 મુદ્દાઓનો ઉકેલ નહિ લવાઈ તો 8 મીએ મધરાતથી માસ સીએલનું અલ્ટીમેટમ આપ્યું છે.

શુક્રવારે ભરૂચ વિભાગીય કચેરી સાથે પાંચેય ડેપો ઉપર રિસેશ સમયમાં કર્મચારીઓએ ભેગા થઈ ઘટનાદ કરવામાં આવ્યો હતો જેમાં નિગમ બચાવો – કામદાર બચાવોના નારા સાથે મેનેજમેન્ટના મનસ્વી નિર્ણયો તેમજ કર્મચારીઓને યેનકેન પ્રકારે હેરાન – પરેશાન કરાતા હોવાનો આક્ષેપ કરાયો છે. એસ.ટી કર્મચારીઓએ આજે 4 ઓકટોબરે ઘંટ નાદનો કર્યક્રમ પાઠવ્યો છે. જે બાદ પણ માંગણીઓ નહિ ઉકેલાઈ તો 7 મી એ મધરાતથી માસ સીએલ ઉપર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારાય છે. અમદાવાદ ખાતે અને અનેક વિભાગો ખાતે સંકલન સમિતિ મુજબ ઘંટ નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઘંટ નાદથી સમગ્ર લોકો દ્વારા સરકારને જાગૃત કરવાં અને માંગણીઓ પૂરી કરવા માટે જણાવવામાં આવ્યું હતું.

જો માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો 7 મી ઓક્ટોબરની મધ્ય રાત્રીથી 8 મી ઓક્ટોબર સુધી માસ સી.એલનો કાર્યક્રમ યોજાશે. આ માસ સી.એલના કાર્યક્રમમાં મુસાફર જનતાને જે કોઈ પણ તકલીફ પડશે તો તેનું જવાબદાર સરકારી વહીવટ હશે.

Advertisement

Share

Related posts

વધુ એક અગ્નિ તાંડવ : ભરૂચ જીઆઈડીસી ખાતે પ્લાસ્ટિક બેગના વેર હાઉસમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ

ProudOfGujarat

વાગરામાં એન્ટ્રી પર સઘન ચેકિંગ શરૂ, જીલ્લામાં કોરોનાનાં કેસ બાદ બેરીકેડિંગ કરાયું.

ProudOfGujarat

રાજકોટની ગુમ થયેલ તરુણિની લાશ મળી આવતા ચકચાર મચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!