Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખિસ્સાં ખાલી કરવા તૈયાર થઈ જાઓ : પેટ્રોલ બાદ CNG માં ભડકો : જાણો ભરૂચમાં શું છે ભાવ…

Share

કોરોના કાળ બાદ દિવસે દિવસે મોંઘવારી માંઝા મુકી રહી છે ત્યારે ઇંધણના વધતા ભાવને લઈને શહેરીજનોની ચિંતા વધી ગઈ છે. એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ હવે CNG ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. CNG ની કિંમતમાં પ્રતિ કિલોએ 2.56 રૂપિયાનો વધારો થતા હવે CNG પ્રતિ કિલો 58.86 રૂપિયા મોંઘુ બની ગયું છે.

એક તરફ રાજ્યમાં કોરોના બાદ સ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે, તો બીજી તરફ લોકડાઉન અને કર્ફ્યૂને કારણે પહેલાથી લોકો આર્થિક મંદીનો માર સહન કરી રહ્યા છે ત્યારે ફરી ઈંધણના વધતા જતા ભાવોએ નાગરિકોની ચિંતામાં વધારો કર્યો છે. આજે પેટ્રોલ ડીઝલની કિંમતમાં પણ સતત વધારો કરવામાં આવ્યો છે, પેટ્રોલના ભાવમાં 24 પૈસાનો અને ડીઝલના ભાવમાં 32 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

Advertisement

ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જીલ્લામાં આજનો CNG ગેસનો ભાવ 54.45 રૂપિયા છે, લોકો હવે ડીઝલ અને પેટ્રોલના ભાવમાં તેજી થતાં CNG ગેસ તરફ વળ્યા છે ત્યારે એકાએક CNG ના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે.


Share

Related posts

કલરવ શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો…

ProudOfGujarat

નવ ગુનાનો ભેદ ઉકેલાયો – ગુજરાત તથા મહારાષ્ટ્રમાં ફોરવ્હીલ ગાડીની ચોરી કરી તરખાટ બચાવતી આંતરરાજ્ય ગેંગને આખરે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી

ProudOfGujarat

નડિયાદ માતૃછાયા અનાથ આશ્રમ સંસ્થાના ત્રણ બાળકોને દત્તકવિધી દ્વારા દંપતિને સોંપ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!