આજરોજ 4 ઓક્ટોબર 2021 ના રોજ આઈ.ટી.આઈ અંકલેશ્વર ખાતે રાષ્ટ્રીય એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ એક આઈ.ટી.આઈ પાસ-આઉટ અને ડિપ્લોમા ડિગ્રીના પાસ-આઉટ તાલીમાર્થીઓને ઉધોગોના અનુભવ માટે ભારત સરકારનો એપ્રેન્ટિસ એક્ટ મુજબ એપ્રેન્ટિસશીપમાં જોડાવા માટે આયોજન કરવામાં આવેલ છે.
ભરૂચ જીલ્લામાં વિવિધ ચાર કેટલી જગ્યાએ એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે (1) આઇટીઆઇ અંકલેશ્વર ખાતે જેમાં 44 જેટલા એકમોએ ભાગ લીધો હતો અને તેમાં 463 જેટલી વેકેન્સીઓ ખાલી પડેલ છે, જેમાં 1666 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો (2) ભરૂચ ખાતે 30 ઔદ્યોગિક એકમોએ ભાગ લીધો હતો અને તેમાં 206 જેટલી વેકેન્સીઓ ખાલી પડેલ છે જેમાં 750 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો (3) વાગરા ખાતે જેમાં 21 જેટલા એકમોએ ભાગ લીધો હતો અને તેમાં 285 જેટલી વેકેન્સીઓ ખાલી પડેલ છે, જેમાં 350 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો અને (4) વાલિયા ખાતે 20 ઔદ્યોગિક એકમોએ ભાગ લીધો હતો અને તેમાં 351 જેટલી વેકેન્સીઓ ખાલી પડેલ છે જેમાં 400 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. ભરૂચ જિલ્લા ખાતે કુલ 115 જેટલા ઔદ્યોગિક એકમોમાં 1305 જેટલી વેકેન્સીઓ ખાલી પડેલ છે જેમાં 3166 જેટલા તાલીમાર્થીઓએ ભાગ લીધો છે.
જેમાં ભરૂચ જિલ્લાની તમામ જી.આઈ.ડી.સી. દહેજ, વિલાયત, અંકલેશ્વર પાનોલી, ઝઘડીયા, વાલિયા, ભરૂચ ખાતેના કુલ 115 જેટલા ઔદ્યોગિક એકમોમાંથી અંદાજિત 1305 જેટલી ધોરણ 10 પાસ તથા આઇ.ટી.આઈના વિવિધ વ્યવસાય જેવા કે એ.ઓ.સી.પી., બોઈલર, ફિટર, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ઈટીએન, કોપા, વેલ્ડર, ટર્નર, આર.એફ.એમ, આઈ.એમ.આઈ, એમ.સી.પી, એમ.એમ.સી.પી, મશીનિષ્ટ વગેરે ટ્રેડની એપ્રેન્ટીસ વેકેન્સી ભરવામાં આવનાર છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર
ભરૂચ : ચાર વિવિધ જગ્યાઓ પર રાષ્ટ્રીય એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરાયું.
Advertisement