પાલેજ નજીક અાવેલા કરજણ તાલુકાના સાંસરોદ ગામની શાળામાં ગતરોજ સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ તથા ગ્રામ પંચાયત સાંસરોદના સંયુક્ત ઉપક્રમે જનરલ સર્જિકલ નિદાન શિબિર યોજાઇ હતી.અાયોજિત જનરલ સર્જિકલ નિદાન શિબિરમાં વિવિધ રોગોને લગતા તમામ પ્રકારની ચકાસણી તેમજ દવાઓનું વિનામુલ્યે વિતરણ કરાયું હતું.

નિદાન શિબિરમાં સનસાઇન ગ્લોબલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબ મિનલ પાટીલ, ડો. નયન ઉપાધ્યય , ડો.હર્વિ પટેલ તેમજ ડો રચિતાએ તબીબી સેવાઓ પુરી પાડી હતી.નિદાન શિબિરમાં સાંસરોદ ગામ સહિત અાસપાસના ગામોના લોકોએ લાભ લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અંદાજિત 135 દર્દીઓએ નિદાન શિબિરનો લાભ ઉઠાવ્યો હતો. સાંસરોદ ગ્રામ પંચાયતના સરપંચ, સદસ્યો સહિત ગામ અગ્રણીઓએ જહેમત ઉઠાવી નિદાન શિબિરને સફળ બનાવી હતી…