ગાંધીજીનું પુરૂ નામ મોહનદાસ કરમચંદ ગાંઘી હતુ. મહાત્મા ગાંધીજીનો જન્મ ૨ ઓક્ટોબર ૧૮૬૯ ના રોજ ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લામાં થયો હતોp તેમના પિતાશ્રી કરમચંદ ગાંધી પોરબંદરના દીવાન હતા અને માતા પૂતળીબાઈ એક ધાર્મિક મહિલા હતા. ગાંધીજીના જીવનમાં તેમની માતાનું ખુબ જ પ્રભાવ પડ્યો હતો ગાંધીજી નો વિવાહ ૧૩ વર્ષની નાની ઉંમરમાં થયો હતો તે સમયે તેમના ધર્મ પત્ની કસ્તૂરબાની ઉંમર માત્ર ૧૪ વર્ષની હતી જ્યારે તેમના પ્રથમ સંતાનનો જન્મ થયો ત્યારે ગાંધીજી ની ઉંમર માત્ર ૧૫ વર્ષ હતી. ત્યારબાદ પિતા કરમચંદ ગાંધીજી સને. ૧૮૮૫માં મૃત્યુ પામ્યા. મોહનદાસ અને કસ્તુરબા ના કુલ ચાર સંતાનો હતા (૧) હરિલાલ ગાંધી (૨) મણિલાલ ગાંધી (૩) રામદાસ ગાંધી અને (૪) દેવદાસ ગાંધી
મોહનદાસ તેમના ૫રિવારમાં સૌથી વઘારે ભણેલા હતા. તેથી તેમના ૫રિવારવાળા એવુ માનતા હતા કે તે તેમના પિતાના ઉત્તરાઘિકારી(દિવાન) બની શકે તેમ છે.તેથી માવજી દેસાઇ નામના મિત્ર એ સલાહ આપી કે જો મોહનદાસ ઇગ્લેન્ડ જઇ બેરીસ્ટરની ૫દવી મેળવી લે તો તેમને દિવાનનું ૫દ સહેલાઇથી મળી જાય. ૫હેલાં તો તેમના માતા-પિતા તથા ૫રિવારના સભ્યોએ વિદેશ જવાના વિચારનો વિરોઘ કર્યો ૫રંતુ મોહનદાસના આશ્વાસન ૫છી તેઓ માની ગયા. વર્ષ ૧૮૮૮માં તેઓ યુનિવર્સિટી કોલેજ લંડનમાં કાયદાનો અભ્યાસ કરવા તથા બેરીસ્ટર બનવા માટે ઇગ્લેન્ડ ગયા. તેમની માતાને આપેલ વચન મુજબ લંન્ડન માં તેમણે પોતાનો સમય પસાર કર્યો. ત્યાં તેમને શાકાહારી ભોજન સંબંધિત ઘણી કઠણાઈઓ પડી અને શરૂઆતના દિવસોમાં ઘણી વાર ભૂખ્યા પણ રહેવું પડ્યું. ધીરે-ધીરે તેમણે શાકાહારી ભોજન વાળા રેસ્ટોરન્ટ વિશે જાણકારી મેળવી લીધી ત્યારબાદ તેમણે વેજિટેરિયન સોસાયટી નું સભ્ય પદ પણ પ્રાપ્ત કરી લીધુ. આ સોસાયટીના કેટલાક સભ્યો થિઓસોફીકલ સોસાયટીના સભ્યો પણ હતા તેમણે મોહનદાસને ગીતા વાંચવાની સલાહ આપી.
જુના ૧૮૯૧ માં ગાંધીજી ભારત પરત ફર્યા ત્યારે તેમને તેમની માતા ના મોત વિશે ખબર પડી. તેમણે બોમ્બે માં વકીલાતની શરૂઆત કરી પરંતુ કંઈ ખાસ સફળતા મળી નહીં. ત્યારબાદ તેઓ રાજકોટ જતા રહ્યા ત્યાં જરૂરિયાત મંદ માટે અરજીઓ લખવાનું કામ શરૂ કર્યું પરંતુ થોડા સમય પછી તેમને આ કામ પણ છોડવું પડ્યું.
છેલ્લે ૧૯૯૩માં એક ભારતીય કંપની થી નેટલ(દક્ષિણ આફ્રિકા)માં એક વર્ષના કરાર માટે વકીલાતનું કામ સ્વીકારી લીઘુ. સત્ય અને અહિંસાના રસ્તા ૫ર ચાલીને કર્તવ્યોનું પાલન કરવાની સીખ ગાંધીજીને તેમના માતા દ્વારા મળી હતી. ઇંગ્લેન્ડમાં અભયાસ સમયે તેમને કેટલીય વાર અ૫માન ૫ણ સહન કરવુ ૫ડયુ તેમ છતાં તેઓ અડગ રહયા હતા. આવી તો કેટલીય ઘટનાઓ છે જે વાંચીની તમે આશ્ચર્યચકિત થઇજશો. તો ચાલો આજે આ૫ણે ગાંધીજી નું જીવન ચરિત્ર તથા ગાંધીજીના જીવન પ્રસંગો વિશે અગત્યની જાણકારી મેળવીએ. હુ આશા રાખુ છું કે મારો આ લેખ તમને મહાત્મા ગાંધી વિશે માહિતી મેળવવામાં તેમજ મહાત્મા ગાંધી ના વિચારો સમજવામાં મદદરૂ૫ થશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રોને ગાંધીજી વિશે ગુજરાતી નિંબંઘલખવામાં ૫ણ મદદરૂ૫ થશે.
ગાંધીજી 24 વર્ષની ઉંમરમાં દક્ષિણ આફ્રિકા પહોંચ્યા. ત્યાં તેઓ પ્રિટોરીયા સ્થિતિ કેટલાક ભારતીય વેપારીઓના ન્યાયિક સલાહકાર તરીકે ગયા હતા. તેમણે તેમના જીવનના 21 વર્ષ દક્ષિણ આફ્રિકામાં વિતાવ્યા. ત્યાં તેમના રાજનૈતિક વિચાર અને નેતૃત્વ કૌશલ્યનો વિકાસ થયો. દક્ષિણ આફ્રિકામાં તેમણે ગંભીર નસ્લી ભેદભાવનો સામનો કરવો પડ્યો. એકવાર તેમની પાસે પ્રથમ વર્ગના કોચની ટિકિટ હોવા છતાં ત્રીજા વર્ગના કોચના ડબ્બામાં જવાની ના પાડવાના કારણે ટ્રેનથી બહાર ફેકી દીધા. આ બધી જ ઘટનાઓ તેમના જીવનમાં મહત્વપૂર્ણ બની ગઈ અને વર્તમાન સામાજિક અને રાજનૈતિક જાગૃતતા નું કારણ બની. દક્ષિણ આફ્રિકામાં ભારતીય નાગરિકો પર થઈ રહેલા અન્યાય ને જોઈને તેમના મનમાં બ્રિટિશ સામ્રાજ્ય અંતર્ગત ભારતીયો ના સન્માન અને સ્વંયની ઓળખાણ સંબંધિત પ્રશ્નો ઉઠવા લાગ્યા.
દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ ભારતીયોને રાજનૈતિક અને સામાજિક અધિકારો માટે સંઘર્ષ કરવા માટે પ્રેરીત કર્યા. તેમણે ભારતીયોની નાગરિકતા સંબંધિત મુદ્દાઓ પણ દક્ષિણ આફ્રિકી સરકાર સામે ઉઠાવ્યા. ઈ.સ. ૧૯૦૬માં જુલુ યુદ્ધમાં ભારતીયોને ભરતી કરવા માટે બ્રિટીશ અધિકારીઓને પ્રેરિત કર્યા. ગાંધીજી ના મતે પોતાની નાગરિકતા નો દાવો કાનૂની રીતે માંગવા માટે ભારતીયોને બ્રિટીશ યુદ્ધ પ્રયાસોમાં સહયોગ દેવો જોઇએ.
ર્ષ 1916માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા આ સમય સુધીમાં ગાંધીજી એક રાષ્ટ્રવાદી નેતા અને શાકના રૂપમાં પ્રતિષ્ઠિત થઈ ચૂક્યા હતા તેઓ ઉદારવાદી કોંગ્રેસ નેતા ગોપાલ કૃષ્ણ ગોખલે ના કહેવાથી જ ભારત આવ્યા હતા શરૂઆતના દિવસોમાં ગાંધીજીના વિચારો ગોખલે જીના વિચારોથી પ્રભાવિત હતા ધર્મ ગોપાલ કૃષ્ણ ગોખલે ના કહેવાથી ગાંધીજીએ દેશના વિભિન્ન ભાગો નો પ્રવાસ પ્રવાસ કર્યો અને રાજનૈતિક આર્થિક અને સામાજિક મુદ્દાઓ ને સમજવાની કોશિશ કરી. ર્ષ 1916માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા આ સમય સુધીમાં ગાંધીજી એક રાષ્ટ્રવાદી નેતા અને શાકના રૂપમાં પ્રતિષ્ઠિત થઈ ચૂક્યા હતા તેઓ ઉદારવાદી કોંગ્રેસ નેતા ગોપાલ કૃષ્ણ ગોખલે ના કહેવાથી જ ભારત આવ્યા હતા શરૂઆતના દિવસોમાં ગાંધીજીના વિચારો ગોખલે જીના વિચારોથી પ્રભાવિત હતા ધર્મ ગોપાલ કૃષ્ણ ગોખલે ના કહેવાથી ગાંધીજીએ દેશના વિભિન્ન ભાગો નો પ્રવાસ પ્રવાસ કર્યો અને રાજનૈતિક આર્થિક અને સામાજિક મુદ્દાઓ ને સમજવાની કોશિશ કરી.