Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ.

Share

આજરોજ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા અને દેશમાં તેમને કરેલ બલિદાન બદલ બંને મહાન પુરૂષોને યાદ કરવામાં આવ્યા હતા તે સાથે તેઓને શ્રધ્ધાંજલિ પાઠવીને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી બંને મહાપુરૂષોની આજે જન્મજયંતી સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે.

આ બંને મહાપુરૂષોએ આઝાદીની લડતમાં ખૂબ જ મોટુ યોગદાન આપેલું છે અને તેઓની પ્રેરણાથી દેશ વર્ષો જૂની અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો છે. સત્ય અને અહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધીને આજે માત્ર ભારત જ નહિ પરંતુ દુનિયાના તમામ દેશો તેઓને યાદ કરી અને સન્માન કરશે. જેટલું માન દેશમાં મળે છે તેનાથી બમણું માન મહાત્માગાંધીને વિદેશોમાં મળે છે જે આપના સૌ માટે ગૌરવની વાત છે.

આ કાર્યક્રમ દરમિયાન પરીમલસિંહ રણા, વિક્કી શોખી, સંદીપ માંગરોલા, સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, જયોતિબેન તડવી વગેરે કાર્યકારો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નેત્રંગ ચાર રસ્તા વાહનચાલકો માટે મોતના કુવા સમાન બની ગયો છે.

ProudOfGujarat

શબ્દોના મહારથી, પ્રખર વક્તા, ચિત્રકાર, કલાકાર, રાજકીય નિષ્ણાંત, સામાજિક કાર્યકર અને ભરૂચના વરિષ્ઠ પત્રકાર જગદીશ પરમારનું નિધન

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર : અઢી વર્ષમાં 50 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!