Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152 મી જન્મ જયંતિ પર્વે ભરૂચ સાયકલીસ્ટ ગ્રુપ દ્વારા સાયકલ રેલી યોજાઇ.

Share

– 60 જેટલા સાયકલીસ્ટોએ ઝાડેશ્વર આઈનોક્ષ ખાતેથી નીકળી સ્ટેચ્યુ પાર્ક ખાતે ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા.

– કોરોના મહામારી બાદ સ્વાસ્થ્ય અંગે યુવાનોમાં જાગૃતિ ફેલાવવા માટે યોજાઈ સાયકલ રેલી.

Advertisement

આજરોજ મહાત્મા ગાંધીજીની 152 મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ સાયકલીસ્ટ ગ્રૂપના 60 સભ્યોએ સાયકલ રેલી કાઢી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

સવારે 6 કલાકે ભરૂચના ઝાડેશ્વર રોડ ખાતે આવેલ આઈનોક્ષ મલ્ટીપ્લેક્ષથી ભરૂચ સાયકલ ગ્રુપના 60 સભ્યો સાયકલ રેલી લઈ ઝાડેશ્વર ચોકડી, નર્મદા ચોકડી, એબીસી ચોકડીથી ભોલાવ ભૃગુઋષિ બ્રિજ પરથી સેવાશ્રમ રોડ પર આવેલ સ્ટેચ્યુ પાર્ક ખાતે પહોંચ્યા હતા. સાયકલીસ્ટ દ્વારા સ્ટેચ્યુ પાર્કમાં રહેલ ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી “ભારત માતા કી જય” અને “વંદે માતરમ” ના નારા સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


Share

Related posts

ભાવનગરના મહુવા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયાના મુલદ ગામ નજીક અકસ્માતમાં એકનું મોત, રોષે ભરાયેલા ગ્રામજનોએ ટાયરો સળગાવી કર્યો ચક્કાજામ

ProudOfGujarat

અંકલેશ્વર : માટીએડ ગામના રહીશ પર નજીવી બાબતે ભાજપા કાર્યકર્તાઓનો વાર..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!