Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવનાં ભાગરૂપે સ્વચ્છતા જનજાગૃત્તિ રેલી યોજાઇ.

Share

આઝાદી કા અમૃત મહોત્સવ સમગ્ર ઓક્ટોબર માસ દરમિયાન વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્ર્મોનું આયોજન હાથ ધરાયું છે ત્યારે ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતેથી સ્વચ્છતા જનજાગૃત્તિ રેલીનું ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક સહિત નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા, ઉપપ્રમુખ નીનાબેન યાદવ, અધિક નિવાસી કલેક્ટર જે.ડી.પટેલ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચ, નગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ “સ્વચ્છતા જનજાગૃતિ રેલી” માં ભરૂચ શહેરની ૧૦ થી વધુ શાળાના વિદ્યાર્થીઓ, વિવિધ યુવક મંડળોએ ભાગ લીધો હતો. આ રેલી ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતેથી શરૂઆત કરી કલેક્ટર કચેરી, સિવિલ ક્મ્પાઉન્ડ, શક્તિનાથ થઈ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે પહોંચી પૂર્ણ થઈ હતી. રેલી દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગેનો સૂત્રોચ્ચાર કરી સ્વચ્છતાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.

આ વેળાએ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ ૭૫ વર્ષ નિમિત્તે સ્વચ્છતા ઝુંબેશને વેગવંતી બનાવવા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયેલ છે. ભરૂચની વિવિધ શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા જનજાગૃતિ રેલીમાં જોડાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સ્વચ્છતા પ્રત્યે વધુ સભાનતા કેળવાય તે માટે જનજાગૃતિ અભિયાન ખુબ જ જરૂરી છે. તેમણે સ્વચ્છ ભરૂચ – સ્વચ્છ ભારત અભિયાનમાં જિલ્લાવાસીઓને જોડાવવા અપીલ કરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : બાવાગોર દરગાહે હવે કલમા લખેલ હશે તેવા ગલેફ ચઢાવી શકાશે નહી..જાણો કેમ?

ProudOfGujarat

ખિસ્સાં ખાલી કરવા તૈયાર થઈ જાઓ : પેટ્રોલ બાદ CNG માં ભડકો : જાણો ભરૂચમાં શું છે ભાવ…

ProudOfGujarat

ભરૂચ : એપ્પલ કંપનીના શંકાસ્પદ લાખોની કિંમતના ૧૮ મોબાઈલ સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!