Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ બ્રાન્ચ ઓફ ICAI ખાતે નવા ક્વાલીફાઇડ CA નો સત્કાર સમારંભ યોજાયો.

Share

ભરૂચ, ICAI બ્રાન્ચના મુકામે ડિસેમ્બર ૨૦૨૦, જાન્યુઆરી ૨૦૨૧ તેમજ જુલાઇ ૨૦૨૧ ફાઇનલ CA ની પરીક્ષામાં સફળ થયેલ CA કોર્ષના વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. નવા CA થયેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવા હાલના બ્રાન્ચ ચેરમેન CA અક્ષર મહેતા તેમજ ભૂતપૂર્વ ચેરમેનનો CA સાગરમલ પરીખ, CA નિરજ સુરતી, CA સંજય યાજ્ઞિક, CA પ્રસિત પારીખ, CA ભાવેશ હરિયાણી, CA મહાવીર જૈન અને CA હર્ષિત શાહ ઉપસ્થિત રહ્યા હતાં.

CA થયેલ વિદ્યાર્થીઓને ટ્રોફી દ્વારા સન્માનીત કરવામાં આવ્યા તેમજ CA-IPCC અથવા CA ફાઇનલમાં કોઈ ગ્રુપમાં પાસ થયેલ વિદ્યાર્થીઓને સ્મૃતી ચિન્હ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. ભૂતપૂર્વ ચેરમેનનો દ્વારા નવા ક્વાલીફાઇડ CA અને તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં વાઇસ-ચેરમેન CA ઋષી ગાંઘી, સેક્રેટરી CA પીનલ મોદી અને CA વિન્દ્રા વખારીયાનો સહકાર રહ્યો હતો.

Advertisement

Share

Related posts

લીંબડી માનવ અધિકાર નિગરાની સમિતિની બેઠક યોજાઈ જેમાં માનવ અધિકાર નિગરાની સમિતિના ૪ હોદ્દેદારોના અવસાન થતા શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના પાલોદ ગામે રૂ.૧૨૬ કરોડની મહુવેજ જુથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

વિરમગામ શહેરમાં કોવિડ-૧૯ અટકાયતી પગલાનાં ભાગરૂપે ફોગર મશીન દ્વારા સેનીટાઇઝેશન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!