Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : તલાટી કમ-મંત્રી કેડરના પડતર પ્રશ્નોને લઇ તાલુકા પંચાયત કચેરી ખાતે વિરોધ પ્રદર્શન, જાણો શું છે તલાટીઓના પડતર પ્રશ્નો..?

Share

ભરૂચ તલાટી મંડળ દ્વારા ગત તા. 28 મી સપ્ટેમ્બરના રોજ કરેલ અરજી મુજબ તા. 1 લી ઓક્ટોબરના રોજ તાલુકા પંચાયત ભરૂચના પટાંગણમાં બેનર સાથે ધરણા યોજવામાં આવ્યા હતા. જેમાં તલાટી કમ મંત્રીઓ હાજર રહ્યા હતા. આજના દિવસે માસ સી.એલ.પર રજા લઈ ભરૂચ જિલ્લા તાલુકા પંચાયત કચેરીમાં પડતર માંગણી પૂર્ણ કરવા માટે પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ભરૂચ તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટી કમ મંત્રી કેડરના કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ તલાટી કમ મંત્રી દ્વારા જણાવામાં આવ્યું હતું કે તેઓની પડતર પ્રશ્નોને લઈને સરકાર સાથે લડત ચાલી રહી છે. આજરોજ તબક્કાવાર કાર્યક્રમ મુજબ તમામ તલાટીઓ માસ સી.એલ. પર જઇને ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પરંતુ વહીવટી કારણસર અને કોવિડ ગાઈડલાઇનનો ભંગ થઈ રહ્યો હોવાને કારણે મામલતદાર, એ ડિવિઝન પી.આઈ સાહેબે ધરણા પ્રદર્શન કરવાની ના પડી હતી પરંતુ તલાટીઓ દ્વારા તમામ ઓનલાઈન કામગીરી અને મહેસૂલ કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે.

ભરૂચ તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા સરકારને રજૂ કરાયેલ કેડરના પડતર પ્રશ્નો :-

– 2004 થી 2006 વર્ષના તલાટીઓને ઉચ્ચતર પગાર ધોરણના લાભ આપવા
– તા.1-1-16 બાદ મળવાપત્ર પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્તો બાબતે યોગ્ય નિર્ણય લઈ મંજૂર કરવા બાબતે
– આંકડા વિસ્તરણ અધિકારી સહકર્મ પ્રમોશન આપવા
– રેવન્યુ તલાટી તથા પંચાયત તલાટી મર્જ કરવા મહેસૂલ વિભાગના 2017 માં થયેલ પરિપત્રનો અમલ કરવા અને રેવન્યુ તલાટીની માફક તલાટી
કમ મંત્રીને પ્રથમ ઉચ્ચતર ગ્રેડ પે 4400 રૂપિયા આપવા
– 2006 માં નિમણૂક પામેલ તલાટી કમ મંત્રીને 18-1-2017 ના થયેલ પરિપત્ર મુજબના લાભો આપી ઉચ્ચતર ધોરણો મંજૂર કરવા
– E-TAS કે અન્ય ઉપકરણથી તલાટી મંત્રીની હાજરી પૂર્વના નિર્ણયો રદ્દ કરવા
– આંતર જિલ્લા ફેરબદલીના લાભો ઝડપથી આપવા
– પંચાયત સિવની વધારાની કામગીરી ન સોંપવી
– તલાટીને ફરજ મોકૂફી કરવા ચોક્કસ કાર્યરીતિ અનુસરવામાં આવે
– તલાટીઓની પુનઃનિયુક્ત ઝડપી કરવામાં આવે
– તલાટીઓ પર વારંવાર થતાં હુમલાઓ રોકવા કાયદાકીય રક્ષણ
– એક ગામ એક તલાટીની નિમણૂક કરવા

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સની 2 જી આવૃત્તિ 9 ટકાનો ઉછાળો દર્શાવે છે.

ProudOfGujarat

લીંબડી હાઇવે પર આવેલ પટોળા ના શોરૂમમાં લાખ્ખો રૂપિયાનાં પટોળા ચોરાયા…

ProudOfGujarat

ભરૂચમાં મોબાઈલ ચોરીની ઉપરા-છાપરી અનેક ઘટનાઓ સામે આવી, પોલીસે મામલે તપાસ શરૂ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!