ભરૂચ તાલુકા અને ભરૂચ શહેરની પેટાચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીમાંથી છેડો ફાડીને મહત્વના લોકો આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારા સાથે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે ત્યારે શહેર પ્રમુખ પરિમલસિંહ રાણા દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. નિકોરા પેટાચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી જે રીતે વિસ્તારની અંદર મહત્વના આગેવાનો, કાર્યકર્તાઓની સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું હતું તે રીતે ભરૂચ ભાજપા પર ભરોસો રહ્યો નથી.
ત્યારે નાંદ ગામના સરપંચ, તથા નિકોરા સીટ ઉપરથી પ્રફુલભાઈ લીંબચીયા જેઓ બક્ષિપંચ મોરચાના તાલુકાનાં મુખ્ય પદ રહ્યા છે. નરેન્દ્ર મોદી વિચાર મંચ પર પણ તેઓએ કામ કર્યું છે તે જ રીતે ભરૂચ શહેરના પણ અનેક લોકો જેમ કે રાજેશભાઈ વસાવા, હરેશભાઈ વસાવા, શૈલેષભાઈ તે સાથે 50 જેટલા લોકો આજરોજ કોંગ્રેસ સાથે જોડાયા હતા. આજરોજ સાંજે નિકોરા પેટા ચૂંટણી પ્રચાર દરમિયાન પણ જે તે વિસ્તારના 100 થી વધારે કાર્યકર્તાઓ આજરોજ ભાજપા સાથે છેડો ફાડી અને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા હતા.
આ કાર્યક્રમ દરમિયાન પરીમલસિંહ રણા, વિક્કી શોખી, સંદીપ માંગરોલા, હેમેન્દ્ર કોઠીવાલા, સલિમ અમદાવાદિ વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ : નાંદ ગામના સરપંચ સહિત 50 થી વધુ લોકો ભાજપા છોડી કોંગ્રેસમાં પ્રવેશ્યા.
Advertisement