ગામ બોરભાઠા બેટના ઉપ સરપંચની દાવેદારીમાં થયેલ ખોટી સહી બાબતે ઉમેદવારનો ફોર્મ રજુ કરવા બાબતે કલેકટરને આવેદપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં ઉપસરપંચનાં દાવેદાર ધર્મેશ નારણભાઈ પટેલનાં જણાવ્યા અનુસાર બોર ભાઠા બેટ ખાતે તારીખ ૦૪-૦૨-૧૮ નાં રોજ ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામે ૦૬-૦૨-૧૮ના રોજ આવતા ઉપ સરપંચ ની વરણી અંગે ચૂંટી કમિશનર દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
તેના અનુસંધાને તા.૨૩-૦૨-૧૮ના રોજ ચૂંટણી કમિશનર ગ્રામ પંચાયત કચેરીએ હાજર રહ્યા હતા. ગ્રામ પંચાયતના ઉપ સરપંચ અન્ય દાવેદાર પ્રફુલ કાશીરામ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેમના ઉમેદવારીના સમર્થનમાં ટેકો આપનાર ચૂંટાયેલ સભ્ય રીના બેન જયંતીભાઈ પટેલ હાજર ના હોવા છતાં તેમના પતિ જયંતીભાઈ રામુભાઈ પટેલે પોતે જાતે પોતાની પત્ની રીનાબેન જયંતીભાઈ પટેલના નામથી ટેકેદાર તરીકે સહી કરી ચૂંટી કમિશનરને આપેલ છે તેથી ઉપ સરપંચનાં દાવેદાર ઉમેદવારનાં ટેકેદારની સહી બોગેશ સાબિત થઇ હતી. આ અંગે ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને ઉપસરપંચનાં દાવેદાર પ્રફુલ કાશીરામ પટેલની દાવેદારી રદ કરવા વિનંતી કરેલ છે.