ભાદરવો ભરપૂર રહેતો હોય તેમ ભાદરવાના આગમનથી જ મેહુલીયો મન મુકીને વરસી ગયો છે ગત મોડી રાત્રીથી વીજળીના કડાકા-ભડાકા સાથે આગમન થયેલા મેહુલિયાએ ભરૂચ જિલ્લાને જળબંબોળ કર્યું હતું. ભરૂચની સોસાયટીઓ અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં પણ પાણીનો ભરાવો થતાં લોકોની હાલત કફોડી બની હતી.
ભરૂચના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો જેમાં ખાસ કરી ભરૂચના જાહેર માર્ગો પર સતત પાણીનો ભરાવો થતાં કેટલાય વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જેમાં ભરૂચના સેવાશ્રમ રોડ, પાંચબત્તી, કસક સર્કલ, ફાટા તળાવ, દાંડિયા બજાર, ચાર રસ્તા, ફુરજા બંદર સહિતના અનેક જાહેર માર્ગો ઉપર વરસાદી પાણીનો ભરાવો થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો અને તેમાંય ખાસ કરી ધસમસતા વરસાદી પાણીમાંથી પોતાના વાહનો પસાર થતા વાહનચાલકોના વાહનો ખોટકાયા પણ હતા જેના કારણે વાહનો અને ધક્કા મારતા પણ નજરે પડ્યા હતા.
ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ જૂના એસ.ટી ડેપોની બાજુમાં જ ઇન્દિરાનગર ઝુપડપટ્ટીમાં મોડી રાત્રે વરસેલા વરસાદના કારણે સમગ્ર ઝૂપડપટ્ટી વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઇ હતી અને સમગ્ર રાત્રી દરમિયાન લોકોના મકાનોમાં પાણી ભરાતા લોકોની હાલત કફોડી બની હતી. ભરૂચના ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં સહિત વધુ સોસાયટીઓમાં વરસાદી પાણીનો ભરાવો થવા સાથે લોકોના ઘરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા જેના કારણે સોસાયટીમાં રહેતા મકાનના રહીશોએ પણ પોતાની ઘરવખરી બચાવવાના પ્રયાસો કર્યા હતા.
સોસાયટી વિસ્તારોના મકાનોમાં પણ વરસાદી પાણીનો ભરાવો થતા લોકોની હાલત કફોડી બની ગઇ હતી. ભરૂચના દાંડિયા બજાર અને સુથીયા પુરા વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થતાં કમરસમા પાણી ભરાઈ ગયા હતા અને સતત વરસાદી પાણી નર્મદા નદીમાં પહોંચી ગયા છે પરંતુ દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા લોકોનો વાહન વ્યવહાર પણ થંભી ગયો છે સતત વરસાદી પાણી વહેતાં આ વિસ્તારના લોકોએ પણ ઘરમાં જ પૂરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પોલીસ હેડકવાર્ટરના જાહેર માર્ગો ઉપર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને નજીકમાં જ ગેલાણી કુવાનું પાણી પણ ઉભરાય ઉઠતા નજીકના વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે અને કેટલાય ઝુપડાઓમાં પાણીનો ભરાવો થતા લોકોની હાલત કફોડી બની છે.
ભરૂચના ફાટા તળાવથી ફુરજા ચાર રસ્તા સુધી જાહેર માર્ગો ઉપર વરસાદી પાણીના કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને આ વિસ્તારમાં લોકોની દુકાનોમાં પણ પાણીનો ભરાવો થયો હતો અને તેમાંય ખાસ કરી એક ફોર વ્હીલ ટેમ્પો જાહેર માર્ગો પર પાર્ક કર્યો હતો પરંતુ તે વરસાદી પાણીના ધસમસતા પ્રવાહમાં આ ટેમ્પો ઉલળીને તણાઈ રહ્યો હતો.
ભરૂચ : ગત મોડી રાત્રીથી જ મુશળધાર વરસાદ વરસતા ભરૂચ જળબંબાકાળ બન્યું.
Advertisement