વરસાદી વાતાવરણ અને વરસતા વરસાદમાં જ્યાં ઠેર ઠેર પાણી ભરાયા છે ત્યારે ભરૂચ પંથકમાં વધુ એક સમસ્યા ઊભી થવા પામી છે. ભરૂચ જિલ્લાના એક માત્ર દાંડિયા બજાર ખાતે આવેલ શાંતિવન સ્મશાન ગૃહ ખાતે આજરોજ અંતિમ સંસ્કાર માટે આવેલ મૃતદેહોને વેઇટિંગમાં મૂકવામાં આવતા આશ્ચર્ય પામ્યું હતું. મૃતદેહો કોરોનાની બીજી લહેર દરમિયાન કલાકોના વેઇટિંગ જોવાં મળતા હતા.
મળતી માહિતી અનુસાર ભરૂચ ખાતે આવેલ શાંતિવન ખાતે એક ચિતાનું અને ગેસ ફરનેશનું સમારકામ ચાલતું હોવાના કારણે મૃતદેહના અંતિમ સંસ્કારમાં લોકોને હાલાકી પડી રહી હતી. જેમ કોરોના કાળમાં મૃતદેહને લઈને કલાકો બેસવું પડતું હતું તેવી જ કંઈક ભીતિ જોવાં મળી હતી. એક સાથે ચાર મૃતદેહના અંતિમ સંસ્કાર થાય તેની જગ્યા પર બે જ ચિતાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે કલાકો સુધી રાહ જોવી પડી રહી હતી. એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ મૃતદેહોના વેઇટિંગને કારણે દાંડિયા બજાર ખાતે ભારણ વધતા કુલ 10 પૈકી 2 મૃતદેહોની કોવિડ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર માટે મોકલવામાં આવ્યા હતા.
ભરૂચ દાંડિયા બજાર શાંતિવન સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર માટે મૃતદેહો વેટીંગમાં મુકાયા.
Advertisement