હવામાન ખાતાની આગાહી અનુસાર ભરૂચ પંથકમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી જણવામાં આવી હતી તે પ્રમાણે ગતરોજ બપોરથી જ વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી દીધી હતી.
ગતરોજ બપોરથી કાળા વાદછાયા વાતાવરણ સાથે ધોધમાર વરસાદ સર્વત્ર ભરૂચમાં શરૂ થવા પામ્યો છે જે આજરોજ સુધી પણ શરૂ છે જેને લઇને લોકોના ઘરોમાં એકાએક પાણી ઘૂસી આવ્યા છે જેને પગલે સૌરાષ્ટ્રમાં આવેલા પૂરની ભીતિ સર્જાઈ રહી છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા લોકોને નુકશાન વેઠવાનો વારો આવી રહ્યો છે.
ગત બપોરથી ગાઢ વાતાવરણ વચ્ચે લગભગ ચાર વાગ્યાના અરસાથી જ વરસાદ શરૂ થયો હતો. સવારના 06 કલાક સુધીમાં વરસેલ વરસાદ :
– 5.5 ઇંચ હાંસોટ
– 4 ઇંચ અંકલેશ્વર
– 4 ઇંચ વાલિયા
– 4 ઇંચ વાગરા
– 3.5 ઇંચ ભરૂચ
– 3 ઇંચ ઝઘડિયા
– 3 ઇંચ નેત્રંગ
– 2 ઇંચ જંબુસર
– 1.5 ઇંચ આમોદ
જિલ્લામાં મૌસમનો કુલ વરસાદ 96 ટકાએ સ્પર્શયો છે.
રિદ્ધિ પંચાલ, ભરૂચ