Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના હિંગ્લોટ ગામના યાકુબ કંડકટરના સુપુત્ર મોહમ્મદ મુબારક ઇંગ્લેન્ડ ખાતે લેન્કેશાયર કાઉન્ટીમાં અંડર ૧૧ ક્રિકેટ ટીમમાં બોલર તરીકે પસંદગી.

Share

ભરૂચ તાલુકાના હિંગ્લોટ ગામના યાકુબ કંડકટર ના ૧૧ વર્ષીય સુપુત્ર મોહમ્મદ મુબારકની લેંક્રશાયર કાઉન્ટી ક્રિકેટ ટીમમાં બોલર તરીકે સિલેકશન થતા હિંગલોટના ગ્રામજનોમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી છે. હિંગલોટ ગામના યાકુબ કંડકટર કે જેઓ હાલ ઇંગ્લેન્ડમાં સ્થાયી થયા છે. તેઓનો સુપુત્ર મોહમ્મદ મુબારક કે જેની ૧૧ વર્ષની વય છે. તે મોહમ્મદ મુબારક નામના યુવકની ઇંગ્લેન્ડની લેંકેશાયર ટીમમાં બોલર તરીકે પસંદગી થઈ છે.

મોહમ્મદ મુબારકની લેનકેશાયર કાઉન્ટી ટીમમાં પસંદગીથી હિંગ્લોટના ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે હાલમાં જ ભરૂચના હિંગ્લોટ ગામના યુવકની દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમમાં સ્થાન પ્રાપ્ત કરી હિંગ્લોટ ગામ સહિત ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. ત્યારે એ જ ગામના વધુ એક યુવકે નાની વયે ક્રિકેટ ક્ષેત્રે પ્રવેશ મેળવી હિંગ્લોટ ગામ સહિત સમગ્ર ભરૂચ જિલ્લાનું નામ રોશન કરતા ભરૂચ જિલ્લાવાસીઓમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.

યાકુબ પટેલ, ભરૂચ

Advertisement

Share

Related posts

સરેરાશ ત્રણ ડીગ્રીનાં ધોરણે ભરૂચ જિલ્લામાં વધતું તાપમાન.. અત્યારથી જ સડક પરનો ડામર પીગળવાની શરૂઆત : આગે ક્યા હોગા ???

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીને આડે 100 વર્ષ જુનો ઐતિહાસિક કોટ રીપેર કરવા લોકમાંગ ઉઠી.

ProudOfGujarat

ભરૂચ : ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવવાનાં સંદર્ભમાં કલેકટરને આવેદન પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!