Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતીય કિશાન સંઘ દ્વારા અપાયેલા ભારત બંધના એલાનની નબીપુર પંથકમાં કોઈ જ અસર નહીં.

Share

છેલ્લા 10 મહિનાથી ચાલી રહેલા ખેડૂત સુધારણાના કાયદાના વિરુદ્ધમાં જુદા જુદા ખેડૂત સંગઠનો દ્વારા કાયદો પરત ખેંચવા માટે આંદોલન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે આજે 27 મી સપ્ટેમ્બર 2021 ના રોજ ભારતીય કિસાન સંઘ દ્વારા સવારથી દેશ વ્યાપી રસ્તા રોકો આંદોલનની જાહેરાત આપી હતી.

જેના કારણે ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથકની હદમાં આવતા તમામ જાહેર માર્ગો, નેશનલ હાઇવે ઉપર પૂરતો બંદોબસ્ત મૂકી દેવાયો છે. નબીપુર વિસ્તારમાં ભારત બંધની કોઇ જ અસર જોવા મળી નથી અને જનજીવન સામાન્ય છે. આમ જનતા પણ પોતાના કામધંધામા રાબેતા મુજબ વ્યસ્ત છે. ભારત બંધને નબીપુર પંથકમાં પ્રતિસાદ મળ્યો નથી. જનજીવન રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ગોધરા નગરપાલિકા દ્વારા સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ખાતે સેવાસેતુ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો :૧૨૧૧ જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો

ProudOfGujarat

રાજપીપળા અને ગ્રામ્ય વિસ્તારના મળી ૧૬ ડાયરેકટ કનેકશન દ્વારા વીજ ચોરી કરતા ગ્રાહકોને ૨.૩૭ લાખનો દંડ ફટકારાયો.

ProudOfGujarat

ઉના તાલુકાના નવી વાજડી ગામના પાડીયા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!