Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ભાજપા દ્વારા વોર્ડ નંબર 11 માં શહેરીજનો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું.

Share

ભરૂચના વોર્ડ નંબર 11 માં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સમર્પણ ઉજવણીના ભાગરૂપે નવાડેરા સ્કૂલમાં શહેરીજનો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ડૉ.અલકેશ અને ડૉ.કિરણએ સેવા આપી હતી. પ્રકાશ પટેલ શહેર પ્રમુખ અને સ્થાનિક કોર્પોરેટર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

સેવા અને સમર્પણ અભિયાન અંતર્ગત તા. 17 મી સપ્ટેમ્બરથી 7 મી ઓક્ટોબર સુધી કાર્યક્રમો યોજાવા જઇ રહ્યા છે. જેમાં આજરોજ 27 મી સપ્ટેમ્બરના રોજ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવાડેરા પ્રાઇમરી સ્કૂલ ખાતે ડૉ.અલકેશ અને ડૉ.કિરણના નેતૃત્વ સાથે કેમ્પ યોજાયો હતો. જેમાં શહેરીજનો દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં લગભગ 30 ઉપરાંતના લોકોએ ફ્રી મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો અને જરૂરિયાતમંદને દવાઓ પણ વિના મૂલ્યે આપવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અને સ્થાનિક કોર્પોરેટરોએ હાજરી આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisement

Share

Related posts

સહકારી વિભાગમાં ભાજપના ઇશારે કિન્નાખોરી થઇ રહી હોવાની રજૂઆત કરતા સંદીપ માંગરોલા.

ProudOfGujarat

ભરૂચમાં શંકાસ્પદ વેસ્ટ નો ગેરકાયદેસર નિકાલ કરતા આર.કે સ્ટીલના માલિક સહિતનાઓની ધરપકડ કરતી એસઓજીની ટીમ*

ProudOfGujarat

માંગરોળ મામલતદાર કચેરી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!