ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત જીઆઈડીસી માં આવેલી જલધારા બેવરેજીસ કંપનીમાં એક કોબ્રા જાતિના સાપે દેખા દેતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોઈ જળચર પ્રાણીઓ દેખા દેવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે.
આવી જ એક ઘટના પાલેજ સ્થિત જીઆઇડીસીમાં આવેલી જલધારા કંપનીમાં સામે આવી હતી. જલધારા કંપનીના પ્રવેશદ્વાર પાસે સવા ચાર ફૂટ લાંબો કોબ્રા સાપ નજરે પડતા મહેબૂબભાઈ દિવાન રહે. કરજણ નાઓએ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના મુબારક પટેલ માંચવાળાને જાણ કરતા મુબારક પટેલે પાલેજ ખાતે આવી પહોંચી કોબ્રા સાપનું ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યુ કર્યું હતું. કોબ્રા સાપનું રેસ્ક્યુ કરાતા કંપનીના સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
યાકુબ પટેલ, પાલેજ
Advertisement