ભરૂચ જિલ્લામાં શરાબ ઘુસાડવાના બુટલેગરોના નાપાક મનસૂબા સામે પોલીસ વિભાગે લાલઆંખ કરી છે. ભરૂચ, અંકલેશ્વર વચ્ચે નવ નિર્માણ પામેલા નર્મદા મૈયા બ્રિજ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ભરી વહન થતા સ્વીફ્ટ કારને સી ડિવિઝન પોલીસે ઝડપી પાડી હતી.
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર શહેર સી ડિવિઝન પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી મળેલ કે સુરત પાર્સિંગની એક સ્વીફ્ટ ડિઝાયર ગાડીમાં મોટી માત્રમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી વહન કરવામાં આવી રહ્યો છે, જે બાતમીના આધારે પોલીસે સ્વીફ્ટ કારને રોકી તેની તલાશી લીધી હતી.
નર્મદા મૈયા બ્રિજ ઉપર પોલીસ દ્વારા GJ.05.RM 4865 નંબરની સ્વીફટ કારમાં તપાસ કરતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો સાથે બે ઈસમો આલોક સિંગ ચંદ્રવલી રાજપૂત રહે.અશોક નગર, સચિન સુરત તેમજ આયુષસિંગ રણધીરસીંગ રાજપૂત રહે. અશોક નગર સુરત નાઓની ધરપકડ કરી તેઓ પાસેથી કાર, રોકડ રકમ, મોબાઈલ સહિત ૬,૦૫,૪૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.