સમગ્ર ગુજરાતમાં ભરૂચના ખાડાને લઈને ચર્ચાઇ થઈ રહી છે. ભરૂચ શહેરના સમગ્ર રસ્તાઓની હાલત બિસ્માર જણાઈ રહી છે ત્યારે તે જ રસ્તાઓ પર પોતાની રોજી રોટી માટે રિક્ષા ચલાવનાર રિક્ષા ચાલકો રસ્તાઓ પર પડેલા મસમોટા ખાડાઓથી હેરાન પરેશાન થઈ ચૂક્યા છે ત્યારે આજરોજ સવારથી જ જય ભારત રિક્ષા એસોશિએશન દ્વારા પાંચબત્તી સર્કલ પર ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જય ભારત રિક્ષા એસોશિએશન દ્વારા ભરૂચ નગરપાલિકા વિરુદ્ધ નારા બોલાવીને તંત્ર સામે રોષ પ્રદર્શન કર્યું હતું અને તાત્કાલિક ધોરણે રસ્તાઓનું કામ હાથ ધરવાનું જણાવ્યુ હતું. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે તેથી વાહનોને નુકશાન પહોચી રહ્યા છે તે સહિત વાહનચાલકો શારીરિક રીતે પણ કમરના દુખાવાની સમસ્યાઓ ઊભી થવા પામી છે. સમગ્ર ગુજરાતમાં ભરૂચ જીલ્લામાં પડી રહેલા ખાડા વિરુદ્ધ વિડીયો વાઇરલ થઈ રહ્યા છે તે છતાં નગરપાલિકા તંત્રના પેટનું પાણી હાલી રહ્યું નથી. ઘણીવાર રજૂઆતો કરવા છતાં વહેલી તકે કામગીરી હાથ ધરવાની બાંહેધરી આપવા છતાં કોઈ પણ કામગીરી હાથ ધરવામાં આવતી નથી અને સ્થાનિકોને અંધારામાં રાખવામાં આવ્યા હોવાનું સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી રહી છે.
માત્ર મેટલ પાથરી અને રસ્તાનું સમારકામ કરવું એ યોગ્ય નથી નવીનીકરણ કરવું હિતાવહ ભર્યું છે. સરકાર પાસે પૂરતા સાધનો છે કોન્ટ્રાકટરો પાસે પૂરતી સુવિધાઓ છે તેમ છતાં કામગીરી હાથ ધરવામાં આવતી નથી. આખરે ત્રસ્ત થઈને જય ભારત રિક્ષા એસોશિએશન દ્વારા પાંચબત્તી સર્કલ પર નગરપાલિકા વિરુદ્ધ રોષ જતાવવામાં આવ્યો હતો અને જેમાં પોલીસ તંત્ર દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી.
ભરૂચ : જય ભારત રિક્ષા એસોશિએશન દ્વારા ખાડાને લઈને નગરપાલિકા વિરુદ્ધ પાંચબત્તી સર્કલ પર વિરોધ પ્રદર્શન.
Advertisement