Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ દહેજના અંભેઠા ગામ બસ સ્ટેન્ડ નજીક કોલોનીનાં રૂમમાં રહેતા કામદારનો અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત.

Share

ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં આવેલ અંભેઠા ગામ બસ સ્ટેન્ડ નજીક આવેલ એક કોલોનીનાં રૂમમાં રહેતા અને ઇજેક્ટ કંપનીના કોન્ટ્રાક્ટમાં મજૂરી કામ કરતા ૨૮ વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચ્યો હતો.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના દહેજ અંભેઠા બસ સ્ટેન્ડ નજીક કોલોનીના રૂમમાં ભાડેથી રહેતા સુમન કુમાર નારણભાઈ તાતી ઉ.વ ૨૮ વર્ષ નાઓએ કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં ગત રાત્રીના સમયે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે ખળભળાટ મચ્યો હતો.

Advertisement

દહેજની ઇજેક્ટ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા પરપ્રાંતીય ઈસમ સુમનના અચાનક ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટનાની જાણ દહેજ મરીન પોલીસને કરવામાં આવતા દહેજ મરીન પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડી મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.


Share

Related posts

ઝઘડીયા : ઉમલ્લા દુ.વાઘપુરા ગામે વેપારી મંડળના પ્રમુખ ઉપપ્રમુખની બિનહરિફ વરણી

ProudOfGujarat

ખેડા ચોકડી પાસે પાર્ક કરેલ કન્ટેનરમાંથી અમૂલ ઘી ના બોક્સની ચોરી

ProudOfGujarat

ગુજરાતમાં સરકારી સંપત્તિ પર રાજકીય જાહેરત શા માટે કરવામાં આવે છે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!