ભરૂચ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રિક્ષામાં મુસાફરોને બેસાડી નજર ચૂકવી તેઓના મોબાઈલ ફોન તેમજ રોકડ રકમની ચોરી કરતી ટોળકી સક્રિય થઇ હોય તેમ પોલીસ વિભાગમાં નોંધાયેલ ફરિયાદ બાદથી સામે આવ્યું હતું, જે બાદ પોલીસે પણ એક્શનમાં આવી મામલે તપાસ હાથધરી હતી.
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન એસ.પી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ડીવાયએસપી વિકાસ સુંડાની સૂચનાથી પી.આઈ એ કે ભરવાડ દ્વારા સ્ટાફના કર્મીઓને સૂચન કરી સર્વેલન્સ સ્ટાફની મદદથી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાની તપાસ કરી ઘટનાને અંજામ આપતી ટોળકીની રીક્ષા અને તેમાં સવાર ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.
એ ડીવીઝન પોલીસે રિક્ષામાં મુસાફરો બેસાડી ઘટનાને અંજામ આપતા આરોપી (૧) બીલાલ મુસ્તાક પટેલ,રહે બોરડી વિસ્તાર,બાપુનગર સુરત (૨) ફારૂક લુકમાન સૈયદ રહે.પાંજરા પોળ, ભેસ્તાન કોમ્પલેક્ષ, સુરત (૩) ઇંતેજાર નિશાર સૈયદ રહે.પાંજરા પોળ, ભેસ્તાન કોમ્પલેક્ષ, સુરત નાઓને એક ઓટો રીક્ષા નંબર GJ.19.U 8333 કિંમત ૭૫ હજાર તેમજ મોબાઈલ નંગ ૪ કિંમત ૨૦ હજાર અને રોકડ ૭૦૦૦ મળી કુલ ૧,૦૨,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.