Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઘાસમંડાઈ વિસ્તારમાંથી ડીગ્રી વગર દવા આપતા તબીબની ધરપકડ.

Share

ભરૂચ જિલ્લામાં બોગસ ડૉક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેમ કોરોનાકાળ બાદથી જિલ્લામાં પોલીસ વિભાગના હાથે ઝડપાયેલા એક બાદ એક બોગસ તબીબો ઉપરથી કહી શકાય તેમ છે, જેમાં વધુ એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે.

બનાવ અંગેની પ્રાપ્ત માહીતી અનુસાર ભરૂચ શહેરના છીપવાડ સ્ટ્રીટ, ઘાસમંડાઈ વિસ્તારમાં રહેતા હામિદ મિયા મહેમુદમિયા શેખ જેઓ છેલ્લા કેટલાક વર્ષોથી મેડિકલ ડીગ્રી વિના એલોપેથીક તથા આયુર્વેદિક દવાનું વેચાણ કરતા હોય પોલીસે તેઓના ક્લિનિક ઉપર દરોડા પાડી રૂ.૧૬૧૭૭૫/- ના મુદ્દામાલ સાથે તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

મહત્વની બાબત છે કે ઝડપાયેલ ઈસમ છેલ્લા કેટલાય વખતોથી આ ક્લિનિક ચલાવતો હતો અને કેટલા લોકોને અત્યારસુધી તેણે આ દવાઓનું વિતરણ કર્યું છે તે તમામ બાબતો અંગે શહેર બી ડિવિઝન પોલીસ વિભાગે ગુનો નોંધી મામલા અંગેની વધુ તપાસ હાથધરી છે.


Share

Related posts

નર્મદા જિલ્લામાં આજે કુલ-૦૨ પોઝિટિવ કેસ નોંધાયા

ProudOfGujarat

અંક્લેશ્વરની બેઈલ કંપનીનો ગુજરત સરકાર સાથે MOU

ProudOfGujarat

માંગરોળ : વાંકલનાં વેરાવી ફળિયાની 21 વર્ષીય યુવતી ગુમ થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!