Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પરથી યુવતીએ લગાવી મોતની છલાંગ : સ્યુસાઇડ નોટમાં પ્રેમ સંબંધનો કર્યો ઉલ્લેખ, પોલીસે મામલે તપાસ આરંભી.

Share

ભરૂચ, અંકલેશ્વર વચ્ચે નવ નિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજ દિન પ્રતિદિન સ્યુસાઇડ પોઈન્ટ બનતું જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, થોડા દિવસો અગાઉ સામે આવેલા એક બાદ એક બનાવો બાદ વધુ એક બનાવ ગત રાત્રીના સામે આવ્યો છે.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ નર્મદા નદી પરના નર્મદા મૈયા બ્રિજ પરથી સોનલ નામની એક યુવતીએ પોતાનો પર્સ, ટિફિન, પગરખા અને એક સ્યુસાઇડ નોટ બ્રિજની રેલિંગ પાસે મુકી તેને તેના પ્રેમી મનોજે એ જીવવા લાયક નથી છોડી તે પ્રકારની બે પાનાની સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરી મોતની છલાંગ લગાવી હોવાનું કહેવાય રહ્યું છે, બ્રિજ પર તેના સામાન અને સ્યુસાઇડ નોટ અંગેની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકો એ મામલે પોલીસ વિભાગને જાણ કરી હતી.

પોલીસે પણ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ ફાયર વિભાગની મદદથી નર્મદા નદીમાં યુવતિની શોધખોળ હાથધરી છે, પ્રાથમિક જાણકારી મુજબ સોનલ નામની આ યુવતી અંકલેશ્વર ખાતે રહે છે અને ભરૂચના મકતમપુર વિસ્તારમાં રહેતા મનોજ નામના ઈસમ સાથે તેને છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હોય તેવો ઉલ્લેખ કર્યો છે અને પ્રેમ સંબંધમાં તેને ટોર્ચર અને લોકો સામે ખોટી સાબિત કરતો હોવાના આક્ષેપો સ્યુસાઇડ નોટમાં કર્યા હતા.

Advertisement

મહત્વની બાબત છે કે હાલમાં સમગ્ર મામલે પોલીસ વિભાગ તરફથી યુવતીના પરિવારની તેમજ મનોજ નામના જે વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વ્યક્તિની શોધખોળ હાથધરી છે તેમજ સમગ્ર મામલા અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

નર્મદામાં સરકાર દ્વારા ડેજીગ્નેટ કરેલ ખાનગી હોસ્પિટલોનાં દર્દીઓને સારી સારવાર મળે તે હેતુથી નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રેમડીસીવીર ઈન્જેકશનની કરાયેલી જરૂરી વ્યવસ્થા.

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વરનાં આલુંજ ગામથી લાખોની મત્તાનાં વિદેશી દારૂના જથ્થા સહિત બે આરોપીઓની ધરપકડ કરાઈ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં 12 ગૌશાળા/પાંજરાપોળનાં 2743 પશુઓ માટે રૂ.20,57,250/- ગ્રાન્ટની ફાળવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!