હવામાન વિભાગની આગાહી મુજબ ભરૂચ અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ભરુચ પંથકમાં પણ મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો હતો. રાત્રી દરમ્યાન ભરૂચમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ભરૂચ શહેરમાં બપોરના સમયે અડધા કલાકમાં જ એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાતથી જ શરૂ થયેલો વરસાદ સવારમાં પણ શરૂ જ રહ્યો હતો. જેને લઈને ભરૂચના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. રાજ્યના હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાય ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ વરસવાની આગાહી છે. તો બીજી તરફ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી. વરસાદના કારણે સવારે નોકરી ધંધે જતા તેમજ સ્કુલે જતા વિદ્યાર્થીઓ અટવાયા હતા. રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પડી હતી. અહી રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી. શહેરી વિસ્તારમાં માર્ગો ઉપર પાણી ફરી વળતાં એક તબક્કે લોકો ચિંતામાં મૂકાયા હતા.
વહેલી સવારથી જ ભરૂચમાં મેધ મહેર : ઠેર ઠેર પાણી ભરાયા.
Advertisement