મૂળ કરસાડ, જિલ્લો ભરૂચના વતની અને હાલ એમ.આર.આર્ટસ એન્સ સાયન્સ કોલેજ ઓફ રાજપીપલમાં ફિઝીક્સ વિષયના અધ્યાપક તરીકે ફરજ બજાવતા ભરથાણીયા સતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહએ સિન્થેસિસ અંદ કેરેકટરાઇઝેશન ઓફ લેયર્ડ ટીન મોનોસેલેનાઈડ સિંગલ ક્રિસ્ટલ્સ ડોપ વિથ કોપર બાય ડિરેક્ટર વેપોર ટ્રાન્સપોર્ટ ટેક્નિક વિષય પર સંશોધન કર્યું હતું જેમાં તેઓએ સુરત ખાતે આવેલ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સમક્ષ પોતાનો શોધ નિબંધ રજૂ કર્યો હતો જેને વી.એન.એસ.જી.યુ. એ માન્ય રાખી સતેન્દ્રસિંહને ડોક્ટરેટ (પી.એચ.ડી)ની પદવી એનાયત કરવામાં આવી હતી.
નાનકડા ગામ અને અત્યંત સામાન્ય પરિવરમાથી આવતા ડો. સતેન્દ્રસિંહ ભરથાણીયાએ પોતાની ઘગશ અને અથાક પરિશ્રમ થકી સિધ્ધી પ્રાપ્ત કરી છે.
Advertisement