જેમ તાળી એક હાથથી નથી વાગતી તેમ ભરૂચની સ્વચ્છ રાખવું એ જનતા તેમજ સરકારી કર્મચારીઓ બંનેની જવાબદારરી છે. ભરૂચના હાર્દ સમા શક્તિનાથના ગ્રાઉન્ડને ઉકરડામાં પરિવર્તિત કરવા માટે જવાબદાર કોણ ? દેવસ્થાન આવેલું હોવાથી અનેક લોકોની ધાર્મિક લાગણી પણ દુભાતી હોવાનો અહેસાસ વર્તાઇ રહ્યો છે. યોગ્ય જાળવણી માટે પ્રજા અને નગરપાલિકા બંને સરખા જવાબદાર ગણવામાં કોઈ નાનમ નથી જણાતી.
ભરૂચના ખાણી પીણીના જાણીતા એવું શક્તિનાથ કે જ્યાં મહાદેવનું મદિર પણ આવેલ છે ત્યાં બિમારીનું ઘર દેખાઈ રહ્યું છે પણ નથી ગંદકી લોકોને દેખાતી કે નથી ગંદકી નગરપાલિકા કર્મચારીઓને દેખાતી. શક્તિનાથનું ખાનગી કોમન ગ્રાઉન્ડ વર્ષોથી દુર્ગંધ મારી રહ્યું છે લોકો દ્વારા ત્યાં ગંદકી થતાં હોવાની લોકચર્ચાઓ સામે આવી હતી. ત્યાંથી મચ્છરો અને બીમારી જન્ય જીવતોનો ઉદભવ થઈ છે. પાણી વર્ષથી ભરાતું રહ્યું છે જેને પગલે ત્યાંથી અવરજવર કરવું પણ ઘણું મુશ્કેલ હોય છે. જેના માટે જનતા દ્વારા પણ કોઈ રજૂઆતો કરવામાં આવતી નથી કે નગરપાલિકાના કર્મચારીઓ પણ ત્યાંથી પસાર થાય છે પરંતુ કોઈને દેખાઈ રહ્યું નથી.
ભરૂચનાં શક્તિનાથ વિસ્તારના ગ્રાઉન્ડમાં સવારે મજૂરવર્ગથી સાંજે શાકભાજીવાળા દરેક લોકો અસહ્ય ગંદકી વચ્ચે કામ કરે છે પણ કોઈ પણ પ્રકારની રજૂઆત કરવામાં આવતી નથી કે કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવતી નથી. શક્તિનાથ ગ્રાઉન્ડની બિલકુલ સામે મહાદેવનું મંદિર આવેલું છે. પ્રાંગણની બિલકુલ સામે ગંદકી અને દુર્ગંધભર્યું પાણી ભરાઈ રહ્યું છે જેમાં ધાર્મિક લાગણી પણ દુભાઈ રહ્યું હોય તેમ વર્તાઇ રહ્યું છે.
વર્ષોથી સાંભળતા આવ્યા છે કે ભરૂચ જિલ્લો એટલે ગંદકીનો જિલ્લો જે ખરેખર દેખાઈ રહ્યું છે. જેથી બીમારીઓ દરેકના ઘરે ઘરે જોવા મળી રહી છે અને લોકો વાઇરલ ડેન્ગ્યુ જેવી બીમારીઓથી પિડાય રહ્યા છે તો વહેલીતકે કામગીરી હાથ ધરી વિસ્તારને ગંદકીમાંથી મુક્ત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
રિધ્ધી પંચાલ, ભરુચ