ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત હાઇસ્કૂલમાં શિક્ષકોના સ્ટાફ રૂમમાં એક સાડા છ ફુટ લાંબા સાપ દેખા દેતા અફરાતફરી મચી જવા પામી હતી. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોઈ જળચર પ્રાણીઓ દેખા દેવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. આવી જ એક ઘટના પાલેજ સ્થિત હાઇસ્કૂલમાં સામે આવી હતી.
શિક્ષકોને બેસવા માટેના સ્ટાફ રૂમમાં એક સાપ ડ્રોવરમાં બેસેલો એક શિક્ષિકાને નજરે પડતા જેની જાણ શિક્ષિકાએ હાઇસ્કૂલના આચાર્ય સલીમ જોલીને કરી હતી. હાઇસ્કૂલના આચાર્યએ સાપ દેખાયાની જાણ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચના મુબારક પટેલ માંચવાળાને કરતા તેઓએ તેમના સહયોગી મુનાફ પટેલ સાથે પાલેજ હાઇસ્કૂલ ખાતે પહોંચી ગયા હતા અને ભારે જહેમત ઉઠાવી સાપનું રેસ્ક્યુ કર્યું હતું. સાપનું રેસ્ક્યુ કરાતા હાઈસ્કૂલના શિક્ષકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
યાકુબ પટેલ, ભરૂચ
Advertisement