Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સુરત તરફ જતી બલેનો કારનું ગોલ્ડન બ્રિજમાં ટાયર ફાટતાં 3 ને ઇજા : વાહનચાલકો અટવાયા

Share

આજરોજ બપોરના સમયે ભરૂચથી સુરત તરફ જતી વખતે સુરતની બલેનો ફોર વ્હીલર કારનું ગોલ્ડન બ્રિજની અંદર એકાએક ટાયર ફાટયું હતું અને તેમાં બેસેલ ત્રણ વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ પહોચી હતી. ગાડી ગોલ્ડન બ્રિજની અંદર ઊભી થઈ જતાં આવનજાવન કરનારા મુસાફરો કલાકો સુધી અટવાયા હતા. ઇજાના પગલે ત્રણેયને નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવ અંગે વિગતવાર મળતી માહિતી અનુસાર, એક બલેનો કાર જેનો ગાડી નંબર GJ 05 RJ 8592 આજરોજ બપોરના સમયે ભરૂચ તરફથી સુરત તરફ ગોલ્ડન બ્રિજમાંથી પસાર થઈ રહી હતી ત્યારે એકાએક ગાડીનું ટાયર ફાટી ગયું હતું અને ગાડી બ્રિજના પોલમાં અથડાતાં ગાડીના બોનેટના ભાગમાં ઘણું નુકશાન અહોચ્યું હતું તે સહિત ગાડીમાં બે મહિલા સહિત એક પુરુષને ગંભીર ઇજાઓ પહોચી હતી અને ટાયર ફાટવાનો અવાજ આવતા ગોલ્ડન બ્રિજ પર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જેમાં ઘાયલ થયેલ વ્યક્તિઓને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ મારફતે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે જુગાર રમતા ૧૬ જુગારીયાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત તક્ષશિલા વિદ્યાલય ખાતે 72માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

ભરૂચમાં કોરોનાનાં સંક્રમણને અટકાવવા તંત્રનાં આદેશોનું ચુસ્ત પાલન, આવશ્યક સેવા સિવાયની તમામ દુકાનો સહિતનાં ધંધા રોજગાર બંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!