Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજમાં હજારોની મત્તાનાં વિદેશી દારૂ સહિત એક આરોપી ઝડપાયો.

Share

ભરૂચ જિલ્લા અને તેના અંતરિયાળ વિસ્તાર દારૂ વેચાણના ગેરકાનૂની કૃત્યો ઘણા વધવા પામ્યા છે. ગુજરાત જેવા દારૂબંધી રાજયમાં દારૂ આવે છે જ ક્યાથી એ મોટો પ્રશ્ન છે. મોટા મોટા બુટલેગરો બેફામ બની અને દારૂનું ખુલ્લેઆમ જ વેચાણ કરે છે અને નાના બુટલેગરો છુપાઈને લોકો સુધી પોતાના આર્થિક ફાયદા માટે દારૂનું વેચાણ કરી રહ્યાં છે.

પોલીસ સૂત્રોથી બનાવ અંગે મળતી માહિતી અનુસાર પાલેજ માછીવાડમાં રહેતા શૈલેષભાઈ જીવણભાઈ માછીનાં રહેણાક ઘરમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂની રોયલ ક્લાસીક વ્હીસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલીના બોક્સ નંગ 9 માં 180 મીલીના પાઉચ નંગ 432 જેની કુલ કિંમત 43,200/-નાં મત્તાનો મુદ્દામાલ સહિત શૈલેષ ભાઈની પાલેજ પોલીસે ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વોન્ટેડ આરોપી : (1) મીનાબેન ઉર્ફે મીકાબેન મહેશભાઇ માછી

Advertisement

યાકુબ પટેલ : પાલેજ


Share

Related posts

ચોરીના 6 ગુનાનો ભેદ ઉકેલાયો : ભરૂચ એલસીબીએ ચોરીની ઘટનામાં સંડોવાયેલ સીકલીગર ગેંગના એક સાગરીતને ઝડપી પાડયો

ProudOfGujarat

ભરૂચ : આકસ્મિક સંજોગોમાં તૈયારીના ભાગરૂપે GAIL (india) Ltd ગંધાર કારખાનામાં મોકડ્રીલનું સફળ આયોજન.

ProudOfGujarat

માંગરોળ : મોસાલી નાની નરોલી માર્ગ પર શાહ ગામ પાસે એકટીવા ચાલકને બાઈક ચાલકે અડફેટે લેતાં મોત નીપજ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!