બી.ઇ.આઈ.એલ. ઇન્ફ્રાસ્ટ્રકચર લીમેટેડ કે જે હુઝાર્ડ વેસ્ટનું કામ કરે છે તે સમયે-સમયે પોતાના કામદારો અને કર્મચારીઓને કામકાજના વિવિધ તબક્કાઓમાં તાલીમ આપી, કામદારો અને કર્મચારીઓ પ્રત્યેની નિષ્ઠા અને એમાં પ્રારંગતતા લાવવા માટે કંપનીની સલામતી વિભાગ સમયે સમયે ટેસ્ટ લઈ તેમની યોગ્યતા તપાસે છે.
તાજેતરમાં જ ગત 16 મી સપ્ટેમ્બરના રોજ કંપનીમાં કામ કરતાં કામદારો તથા કર્મચારીઓ, એક હરીફાઈ કૌન બનેગા સુરક્ષા જ્ઞાની ઉપર યોજવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં દરેક કર્મચારી અને કામદારો પ્રત્યેથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં 85 જેટલાં લોકોએ ભાગ લીધો હતો. કંપનીમાં તા. 16 મીનાં રોજ બપોરે 3:00 કલાકે આ અંગેનું એક આયોજન રાખવામા આવ્યું હતું. કામદારો તથા કર્મચારીઓએ કૌન બનેગા સુરક્ષા જ્ઞાનીમાં કૌન બનેગા કરોડ પતિની થીમ પર પ્રશ્નોનાં ઉત્તર આપ્યા હતા.
કામદાર તરફથી સ્નેહલરાજ પરમાર પ્રથમ ક્રમાંકે આવ્યા હતા અને લલિત સિંઘ બીજા ક્રમાંક પર આવ્યો હતો. પ્રથમ આવેલ હરિફને નક્કી થયેલ મુજબ 5000/- તેમજ બીજા ક્રમાંક પર આવેલ કામદારને 2000/- રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું. કામદારોમાં કૌન બનેગા કરોડપતિની જેમ ફાસ્ટેજ ફિંગર ફર્સ્ટની થીમ પરથી ત્રણ કર્મચારીઓને પસંદ કરવામાં આવ્યા હતા જેમાં લાઇફલાઇનનું ઓન આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ત્રણેય હરીફોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમાંકે અક્ષય ભાટિયા, બીજા ક્રમાંકે ભૂમિ તંબોડિયા અને ત્રીજા ક્રમાંકે દર્શન પરમાર આવ્યા હતા. જેઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફ્રી ટિકિટ આપવામાં આવી હતી. કર્મચારીઓ અને કામદારોએ દર વર્ષે આ પ્રકારનો કાર્યક્રમ યોજવાનું જણાવ્યુ હતું.