આજના 18 મી સપ્ટેમ્બરનાં છાપાઓમાં સમાચારોમાં જણાવામાં આવ્યુ હતું કે, ગણેશ સુગર ખાંડનો એક્સપોર્ટ કરવામાં આવેલો જથ્થો પ્રતિ ક્વિન્ટલ સો થી દોઢ સો રૂપિયાના નીચા ભાવે વેચાણ કરવામાં આવી રહયું છે તેથી કોંગ્રેસી અગ્રણી સંદીપ માંગરોળના મત મુજબ આ મનઘડત અને બેબુનિયાદ આક્ષેપો સંસ્થાને બોર્ડમાં રહીને નુકશાન કરવાના હેતુથી અરજદાર ડિરેકટર કરી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતની અન્ય સુગર ફેક્ટરીઓના એક્સપોર્ટના સોદાના નક્કી થયેલા ભાવો સાથે તુલના થાય તે હેતુથી તાત્કાલિક આ અંગેની ઇન્કવાયરી કરી આક્ષેપો કરનારા ડિરેક્ટરો ધર્મેન્દ્રસિંહ મહિડા, સુરેન્દ્રસિંહ પરમાર, પ્રતાપસિંહ માટીએડા અને હેતલ કુમાર પટેલ નાઓને ખોટા સાબિત કરી તેઓ સામે સહકારી કાયદાની જોગવાઈ મુજબ સંસ્થાની શાખને નુકશાન પહોંચાડી કમિટીના હોદ્દા ઉપરથી સહકારી કાયદાની કલમ 76 હેઠળ દૂર કરવી જોઈએ. તેઓ દ્વારા અગાઉ પણ સંસ્થાનને બદનામ કરવા અનેક ખોટા પ્રયત્નો કરવામાં આવ્યા છે.
જેને પગલે કોંગ્રેસી અગ્રણી સંદીપ માંગરોલે આ કૃત્ય કરવા બદલ હોદ્દા પરથી ચારેય ડિરેક્ટરોને દૂર કરવા તેમજ અન્ય લાગુ પડતી જોગવાઈ અંગેની કાર્યવાહી કરવા માંગ કરી હતી.