Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પી.એમ મોદીનાં જન્મદિવસ નિમિતે જિલ્લાની 1000 દીકરીઓના ખાતામાં 1000/- રૂપિયા ભરી સુકન્યા સમૃદ્ધિ યોજનાનો અપાવ્યો લાભ.

Share

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રીના સંનિષ્ઠ પ્રયાસોથી ભરૂચની 1000 દિકરીઓને આપી ખરા અર્થમાં પ્રધાનમંત્રીના 71 માં જન્મદિવસની ઉજવણી સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ આપી કરવામાં આવી.

આ માટે ભરૂચ જિલ્લામાં રહેતી 10 વર્ષથી નીચેની વય મર્યાદામાં આવતી દિવ્યાંગ, અનાથ અને ગરીબ બાળકીઓના નામ પર 1000-1000 રૂપિયાના ચેક મુજબ કુલ 10 લાખ રૂપિયા આપી ચાલુ વર્ષનું પહેલુ પ્રીમિયમ પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર દ્વારા ભરવામાં આવ્યું. આમ મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કસક ખાતેથી કરવામાં આવી.

Advertisement

આ પ્રસંગે જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ઉપપ્રમુખ દિવ્યેશભાઈ પટેલ, મહામંત્રી ફતેસિંહ ગોહિલ, નિરલભાઈ પટેલ, મંત્રી નિશાંતભાઈ મોદી સહિત યુવા આગેવાન રુષભભાઈ પટેલ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી.


Share

Related posts

ભારત બંધનાં એલાનમાં ભરૂચની વડદલા APMC ચાલુ જયારે મહંમદપુરા APMC સદંતર બંધ જોવા મળી.

ProudOfGujarat

જાયન્ટસ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું.

ProudOfGujarat

ઝંખાવવ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનાના વોન્ટેડ આરોપીને ઉમરપાડા પોલીસે ઝડપી પાડ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!