ભરૂચ જીલ્લામાં ભોલાવ ખાતે આવેલ પ્રાર્થના વિદ્યાલય ખાતે યુવા ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી રાજ્ય સહિત સમગ્ર દેશભરમાં કોરોના મહામારી વચ્ચે બધુ જ સ્તબ્ધ થઈ ચૂક્યું હતું ત્યારે યુવા વર્ગની શાળા કોલેજો પણ બંધ કરી દેવાય હતી જે બાદ હવે કોરોના મહામારીનો કહેર ન્યૂનતમ થઈ જતાં ફરીથી શાળા કોલેજો વિધાર્થીના આવાજથી ગુંજી ઉઠી હતી ત્યારે બાળકોની આવડતને હિંમત આપવા અને જુસ્સો વધારવા માટે ફરીથી કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા.
આજરોજ પ્રાર્થના વિદ્યાલયનાં પ્રાંગણમાં જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નૃત્યનો કાર્યક્રમ તેમજ લોકોના જીવન ચારિત્ર્ય પર એક પાત્રિય અભિનય, તેમજ નાટકના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં શાળાના ભૂલકાઓએ ભાગ લીધો હતો અને શાળાના પ્રાંગણમાં ફરીથી વિદ્યાર્થીઓના અવાજથી આનંદનો માહોલ સર્જાયો હતો. કાર્યક્રમની શરૂઆત શાળાની વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરી અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી અને રીબીન કાપી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં ભરૂચની વિવિધ તાલુકાઓની શાળાઓએ ભાગ લીધો હતો. આ યુવા ઉત્સવમાં વિવિધ શાળાના 130 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષકગણ સહિત આચાર્ય અને મહેમાનો સહિત મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ખાસ પાલન કરવામાં આવ્યું હતું.
ભરૂચ : પ્રાર્થના વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષા યુવા ઉત્સવ યોજાયો.
Advertisement